ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકાના શેરીમાળ ગામમાં આવેલ જલારામ બાપાના મંદિરના લાભાર્થે દર ગુરુવારે હાટ-બજારની શરૂઆત કરવામાં આવી હતી જેમાં ઉદ્ઘાટન તરીકે ગામના સરપંચ શ્રી દિવ્યાંગભાઈ પટેલ, વાંસદા તાલુકા પંચાયત શાસક પક્ષના નેતા બીપીન માહલા, ગમનભાઈ રાઉતે હાજરી આપી.

આ હટવાડાનું આયોજક શ્રી ગામના સામાજિક કાર્યકર્તા આશિષભાઈ ગાવીત, હેમંતભાઈ ઉર્ફ (ગુરુભાઈ) આ હટવાડાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે જલારામ બાપાના આંગણામાં હટવાડો ભરાઈ અને જે પણ દાણ દક્ષિણા આવે એ જલારામ બાપાના મંદિરમાં ઉપયોગી થાય આ હેતુથી આવકમાં વધારો કરવામાં તથા આજુબાજુ ગામોની બહેનો શાકભાજી લઈને તાજી શાકભાજી અહીંયા મળી રહે અને ગામની શાકભાજી ગામમાં જ વેચાઈ ગામના પૈસા ગામમાં જ આવે એ હેતુથી બહેનોને ખેડૂતોને રોજગારી મળી રહે તથા કપડાવાળા કે કટલરી વાળા તેમજ અનેક દુકાનો જેમ કે ભજીયાની લારીઓ, ચાય વાળા, તરફા વાળા અને નાની મોટી દુકાનો અહીંયા આવીને દુકાનો ખોલીને વેચાણ કરી શકે છે. હટવાળો વાળો દર ગુરુવારે 4 વાગે થી શરૂઆત સાંજે 9 વાગે સુધી રહે છે તો કોઈ પણ ભાઈઓ બહેનોએ કંઈ પણ વેચાણ કરવું હોય તો આયોજકનો સંપર્ક કરવા જણાવ્યું હતું.

આ ઉદ્ઘાટનમાં પ્રસંગે ગામના આગેવાનો ગજેન્દ્રભાઈ ગાંવિત, સતિષભાઈ, ગૌતમભાઈ, જ્યોતિકાબેન, ગમન નાયક, બાબુભાઈ ચૌધરી, સાહિલભાઈ, ભરતભાઈ, સુમિત્રાબેન, પુષ્પાબેન, અંબાબેન તથા આજુબાજુ ગામના ભાઈઓ બહેનો વડીલોએ હાજરી આપી હતી.