વલસાડ: 19 વર્ષીય દિવ્યાંગ યુવતી પર તેમના પાડોશમાં રેહતા વાંસના ભૂખ્યા હેવાને બળાત્કાર ગુજારી બનાવી ગર્ભવતી બનાવ્યાનો કિસ્સો વલસાડના એક ગામમાંથી પ્રકાશમાં આવ્યો છે હાલમાં વલસાડ પોલીસ આરોપીને કસ્ટડીમાં લઇ પોલીસે મેડિકલ ચેકઅપ કરાવવાની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ શરૂ કરી દીધી છે.

Decision News ને મળેલી માહિતી મુજબ વલસાડ તાલુકામાં એક ગામમાં રહેતી એક 19 વર્ષની માનશીક દિવ્યાંગ યુવતીની તબિયત બગડતાં તેને સિવિલમાં દાખલ કરવામાં આવી હતી ત્યારે તેની સારવાર દરમિયાન તે ગર્ભવતી હોવાનું બહાર આવ્યું હતું જેને લઈને પરિવારજનો આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા બાદમાં તેને સમજાવીને પૂછાતા તેના પર પડોશમાં જ રહેતાં 35 વર્ષીય પરિણીત યુવકે નામ જણાવી બળાત્કાર કર્યાની હકીકત કહી હતી.

આ મુદ્દે પરિવારજનોએ વલસાડ રૂરલ પોલીસ મથકમાં પડોશી યુવક વિરૂધ્ધ ફરિયાદ આપતા પોલીસે તેને કસ્ટડીમાં લઇ મેડિકલ ચેક માટે સિવિલમાં લઇ ગઈ હતી અને મેડિકલ ચેકઅપ બાદ સ્થળ તપાસ અને પૂરાવા મેળવવા પોલીસે કેસ સંબધિત શોધ આરંભી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here