નાનાપોંઢા: ધરમપુરથી NH 56 પર ધરમપુર થ નાનાપોઢામાં આવતી પાર નદી થી નાની વહીયાળ ફાટક તરફ જતાં વાહન ચાલકો હાઇવે સમારકામનુ કામ હાઇવેના વહીવટીતંત્ર દ્વારા અધૂરું છોડી દેતા ગાળાઓ આપતા જતાં સાંભળવા મળ્યા છ.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ હાઇવે 56 પર પારનદી થી નાની વહીયાળ ફાટક તરફ જતાં હાઇવેનું અધૂરું કામ છોડી દેવતા ધૂળની ડમરી તેમજ ખાડાઓને કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થતાં જવાબદાર હાઇવે અધિકારીઓ, સ્થાનિક વહીવટીતંત્ર અને ધારાસભ્યોને ગાળો આપતા આપતા મુસાફરી કરતાં જોવા મળે છે.
ધરમપુરથી નાનાપોંઢા હાઇવે પર રોડનું પેચવર્કની કામગીરી થઈ છે પણ અહી કોઈક કારણે એક તરફનો માર્ગ અધૂરો છોડી દેવાતા વાહન ચાલકો રોંગ સાઈડમાં વાહન હંકારી રહ્યા છે જેના કારણે અકસ્માત થવાની ભીતિ સાથે સાથે લોકો ગુસ્સામાં ચુંટાયેલા પ્રતિનિધિઓને ખરાબ ખરાબ ગાળો આપતા જતાં હતા.
( નોંધ: ફિલ્ડવર્ક દરમિયાન જવાનું થયું ત્યારે આ ગાળો સાંભળી હતી..)











