વલસાડ: ઇન્ડિયન રોબિનહુડના નામથી જાણીતાં મહાન ક્રાંતિકારી તંત્યા મામાં ભીલના શહીદ દિવસ નિમિત્તે વલસાડ તાલુકાના તીઘરા ગામના પહાડ ફળિયામાં તંત્યા મામાં ભીલ ચોકનું નામકરણ ડો.નિરવ ભુલાભાઇ પટેલના હસ્તે કરવામાં આવ્યું

આ પ્રસંગે ઉપસ્થિત ગ્રામજનોને સંબોધતા ડો.નિરવ ભુલાભાઇ પટેલે જણાવ્યુ હતું કે આપણા મહાન ભારત દેશની પવિત્ર ભૂમિ પર અનેક મહાન વીર ક્રાંતિકારી લોકોએ જન્મ લીધો છે અને દેશ માટે મરી ફીટ્યા છે.તેઓની પાસેથી આપણે અચૂક પ્રેરણા લઇ પ્રખર દેશભક્ત અને સમાજસેવક બનવું જોઈએ અને અન્યાય તેમજ ભ્રસ્ટાચાર સામે કોઈપણ જાતનો ડર રાખ્યા વગર અવાજ ઉઠાવવો જોઈએ કારણકે ઇતિહાસ હંમેશા અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવનારનો જ લખાયો છે બાકી મૃત્યુ તો એવા લોકોના પણ થયા છે જેલોકો મૃત્યુના ડરથી અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવતા ડરતા હતાં.આજે અમને ગર્વ છે કે દારૂના નશામાં ધમકી મળવા છતાં દેશની લોકહૃદયમાંથી ઇતિહાસકારોના ભેદભાવયુક્ત વલણને કારણે ભુલાય ગયેલી મહાન વિભૂતિને દક્ષિણ ગુજરાતમાં માનભેર લઈને આવ્યા છીએ અને એમના મહાન કાર્યોંનો વ્યાપ હજુ વધારે મજબૂતીથી લોકહૃદય સુધી પહોંચાડીશું જેથી તંત્યા મામાં ભીલ કોણ છે એ આ વિભાગના આદિવાસીઓ જાણતા જ નથી જેવું નિમ્ન કક્ષાનું નિવેદન આપી મહાન ક્રાંતિકારીનું અપમાન કરનાર લોકોની આંખો ઉઘડે.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તીઘરા ગામના સામાજિક આગેવાન મૂકેશ પટેલ,સવિતાબેન,રજનીશ કાલુ, જનકભાઈ, અશ્વિનભાઇ, સુરેશભાઈ, રતિલાલ, ઉમેશભાઈ, કેતન, મનીષ તીઘરા વગેરેએ ખુબ મહેનત કરી હતી.

કાર્યક્રમના અંતે ઘરમા પતરા નખાવી આપવામાં તાત્કાલિક સહાય આપવા બદલ વડીલ બચુભાઈ અને કેટલાંક કારણોસર નોકરી મેળવવામાં વિઘ્ન બનેલ કારણો દૂર કરી આપી નોકરી પર હાજર થવામાં મદદરૂપ થવા બદલ યુવતીની માતાએ ડો.નિરવ ભુલાભાઇ પટેલને વ્હાલભેર આશિર્વાદ આપી આભાર માન્યો હતો. આ કાર્યક્રમમાં વિવિધ સામાજિક આગેવાનો વિજય કટારકર, મયુર પટેલ, શૈલેષ પટેલ, તિલક પટેલ, અનિલ પટેલ, ધર્મેશ પટેલ, મનીષ ઢોડિયા, હિતુ ઢોડિયા, પથિક, મયુર, હિરેન વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.