વાંસદા: આજરોજ વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અને આદિવાસી નેતા અનંત પટેલ ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવ્યા છે. ધારાસભ્યના વાંસદાના બુટલેગર સાથે છેલ્લા એક મહિનામાં 29 વખત ફોન પર વાતચીત થઈ વાંસદા પોલીસ પુરાવા આપી જણાવી રહી છે.
વાંસદા પોલીસ સૂત્રોનું કહેવું છે કે, બુટલેગર અભિષેક ‘અભલો’ અને ધારાસભ્ય અનંત પટેલ વચ્ચે છેલ્લા એક મહિનામાં જ અંદાજે 29 વખત ફોન પર વાતચીત થઈ છે. સરેરાશ રોજેરોજની આ વાતચીત માત્ર ‘જનસેવા’ માટે હતી કે અન્ય કોઈ ‘સેટિંગ’ માટે, તે મોટો સવાલ છે
આ બાબતને લઈને અનંત પટેલ સાથે વાત કરતાં તેમણે કહ્યું કે મારા અને અભિષેક વચ્ચે કોઈ ગેરકાનૂની સંબધો નથી, મારો ડ્રાઈવર દિલીપભાઇ છે તે ભિનાર રહે છે અને ભિનાર જ પેટ્રોલ પંપ પાસે જ મોટાભાગે મારી ગાડી તે પિકઅપ કરતો હોય છે હું કોઈપણ મિટિંગ કે કાર્યક્રમમાં જવાનો હોવ તો ઘરેથી ગાડી હું પોતે ચલાવીને નીકળતો હોવ છું, જ્યારે દિલીપ પર ફોન નથી લાગતો તો પેટ્રોલ પંપ પાસે જ અભિષેકનું ઘર છે તો હું તેને ફોન કરીને પૂછતો હોવ છું કે દિલીપભાઈ આવ્યા કે નહિ, બસ આ જ અમારી વાતચિત હોય છે, તે સિવાય કોઈ અન્ય વાતચિત અમે કરતાં નથી. માત્ર ડ્રાઈવર દિલીપની માહિતી લેવાની મારી વાતચીતને અલગ રંગરૂપ આપી મને બદનામ કરવામાં આવી રહ્યો છે
( આ મુદ્દે Decision News સાથે હું ખુલાશો ‘ઓન કેમેરા” કરીશ એમ તેમણે જણાવ્યું છે, ત્યારે જોઈએ તેમના પર લાગેલા આક્ષેપોને તેવી કેવી રીતે ડિફેન્સ કરે છે અને વાંસદા પોલીસના આક્ષેપોને શું વળતો જવાબ આપે છે..)











