ઝાડેશ્વર: ગતરોજ ઝાડેશ્વર ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણી બાદ સરપંથ પર તેમણે બે પત્ની હોવાની માહિતી છુપાવી હોવાના આક્ષેપ સાથે વિવાદ છેડાયો હતો. મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો. જોકે, કેસ ચાલી જાતાં અદાલતે સરપંચ આદિવાસી એસટી વર્ગના હોઈ તેમજ એસટી સમાજના લોકો પર હિન્દુ મેરેજ એક્ટ લાગુ ન પડતો હોવાનું નોંધ્યું હતું.
ઝાડેશ્વર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કબીર જયપ્રકાશ વસાવા વિજેતા થયાં હતાં. ઉમેદવારી નોંધવાના સમયે તેમના વિરોધી ઉમેદવાર રણજીત વસાવએ તેમની સામે લગ્નની માહિતી છુપાવીને ભ્રષ્ટ પ્રથા અપનાવ્યાના આક્ષેપ થયા તેમનું નામાંકન અમાન્ય જાહેર કરવાની માગણી કરી હતી. જેના પગલે ભરૂચ પ્રિન્સીપલ સિનિયર સિવિલ કોર્ટમાં કેસ ચાલી ગયો હતો. અદાલતે બન્ને પક્ષોની દલીલો, સાક્ષી-પરીક્ષણ અને રજૂ થયેલાં દસ્તાવેજોની વિગતવાર સમિક્ષા કરી નિષ્કર્ષ કાઢયું હતું કે, કબીર વસાવા અનુસુચિત જનજાતી વર્ગના છે. તેથી તેમને હિન્દુ મેરેજ એક્ટ તેમના પર લાગુ પડતો નથી. તેમના લગ્ન અને છુટાછેડાની માન્યતા તેમના સમુદાયની પરંપરાગત પદ્ધતિઓ દ્વારા નક્કી થાય છે.
કબીર વસાવાએ પહેલા લગ્ન કર્યા બાદ પાંચ જ દિવસમાં દ્વિપક્ષીય મતભેદોના કારણે પરંપરાગત છૂટાછેડા લીધાં હતાં. જેનું સબ રજીસ્ટ્રારમાં નોંધણી પણ કરાવી છે. જેથી આવા માન્ય છૂટાછેડા બાદ કબીર વસાવા પર પત્નીની વિગતો નામાંકનમાં દર્શાવાની કોઈ કાનૂની ફરજ રહેતી ન હોવાને લગ્નની માહિતી છુપાવવાનો આક્ષેપ બિનઆધારિત અને તથ્યો વિહોણો છે.











