કપરાડા: અમદાવાદ શહેરની જાણીતી અગ્રણી સામાજિક સંસ્થા ટિટેક ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા તારીખ ૨૫ અને ૨૬ નવેમ્બર ના રોજ નવસારી તથા વલસાડ જિલ્લાના અંતરિયાળ ગામોની શાળાના ૨૦૦૦ જેટલા વિદ્યાર્થીઓને શિયાળાની ઠંડીમાં સારી રીતે અભ્યાસ કરી શકે તે માટે સ્વેટર, ટ્રેકપેન્ટ અને લેગિન્સનું વિતરણ કરવામા આવ્યું.
Decision News ને સૂત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે આ કાર્યક્રમ અંતર્ગત વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ ગામોની પ્રા.શાળાઓ ચેપા મૂળગામ, મોટીપલસાણ મૂળગામ, સામરપાડા, રોહિયાળ જંગલ, સૌંદરવર્ગ પ્રા.શાળા તેમજ નવસારી જિલ્લાના અંભેટા, કેસલી, પીપલગભાણ, દેગામ, સુધાવડી વગેરે ગામોની પ્રાથમિક શાળાના તેમજ ઉચ્ચ માધ્યમિક શાળાઓની મુલાકાત લઇ વિધાર્થીઓને શિયાળાની ઠંડીમાં ગરમ વસ્ત્રો થકી હૂંફ મળી રહે તે સારું ઉમદા પ્રયાસ કરવામાં આવ્યો.
ટિટેક ઇન્ડિયા ફાઉન્ડેશનના લીડ શ્રીયુગ ચાવડાની આગેવાનીમાં તેમજ ફાઉન્ડેશનના વોલિએન્ટર સુશ્રી કૃતિ પટેલ (Ret. ડાઈરેકટર ટિટેક ઇન્ડિયા ) શ્રીમોહિત ધવલે તેમજ શ્રીવૈભવ વાળા આ વિતરણ કાર્યક્રમમાં જોડાયા. આ કાર્યક્રમ માટે પસંદ થયેલ શાળાઓ સાથે સુચારુ સંકલન કરવામાં સ્થાનિક કક્ષાએ ડૉ.શ્રી પ્રતીક્ષા પટેલ, પૂર્વ શિક્ષક શ્રીમતી હર્ષાબેન પટેલ, પૂર્વ ડિફેંસ ઓડિટર શ્રી સુરેશચંદ્ર પટેલ, શ્રી આશિષ ગોહેલ, શ્રીમતી છાયાબેન ગોહેલ, શ્રીયશ ગોહેલ, દિનબારી પ્રા.શાળાના શિક્ષકશ્રી મહેશ ગાંવિત, વાલવેરી પ્રા.શાળાના શિક્ષકશ્રી ગુલાબ ચૌધરી, શરમાતી સંગીતાબેન પટેલ, અને મેઘનાબેન પટેલ વગેરેએ આપેલ પ્રશંસનીય યોગદાન માટે ટિટેક ફાઉન્ડેશન વતી શ્રીયુગ ચાવડાએ સૌનો આભાર વ્યક્ત કર્યો.











