ધરમપુર: કનોસા સ્કૂલ, બીલપુડી ધરમપુરના વિદ્યાર્થીઓએ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ જિલ્લાકક્ષાની કબડ્ડી U-17 ભાઈઓની સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળા તેમજ ધરમપુર તાલુકાનું ગૌરવ વધાર્યું છે.
DECISION NEWS ને મળેલી જાણકારી મુજબ જિલ્લાકક્ષાની કબડ્ડી U-17 ભાઈઓની સ્પર્ધામાં વાપી vs ધરમપુર વચ્ચે રમાયેલી ફાઇનલ મેચમાં ધરમપુર ટીમે દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો. તે જ રીતે U-14 ભાઈઓની સ્પર્ધામાં ધરમપુર vs ઉમરગામ વચ્ચે યોજાયેલી મેચમાં ખેલાડીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો અને (મિલ્ખા શીંગ A) ટીમ ઓપન સેમી ફાઇનલ સુધી પહોંચી હતી.

આ સિદ્ધિઓ બદલ શાળાના મેનેજર શ્રીમતી જુલિયાના ડીમેલો, શાળાના આચાર્યશ્રી એસપરાન્સ ફર્નાન્ડિસ, કોચ ભોયા શાંતિલાલભાઈ, તેમજ સમગ્ર શાળા પરિવાર તરફથી તમામ સિલેક્ટ થયેલા વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવે છે. વિદ્યાર્થીઓ હવે આવનાર ઝોન કક્ષાની ખેલ મહાકુંભ કબડ્ડી સ્પર્ધામાં વલસાડ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. તમામ ખેલાડીઓને ભવિષ્ય માટે શુભકામનાઓ.











