વલસાડ: ધનોરી શાંતિનગરની ધનોરી 2 તરીકે આંગણવાડીની જર્જરિત હાલત વિશે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ નહીં આવતા સ્થાનિકોમાં તંત્ર પ્રત્યે ભારે આક્રોશનો માહોલ જોવા મળ્યો છે કારણકે બાળકો છેલ્લા કેટલાય સમયથી આસપડોસના લોકોના ઓટલાઓ પર બેસીને ભણી રહ્યા છે અને આંગણવાડી ગમે ત્યારે જમીનદોસ્ત થાય એવી પરિસ્થિતિ છે.
સ્થાનિકોએ તીઘરા ગામના આગેવાન મુકેશભાઈ પટેલનું કહેવું છે કે મેં આ મુદ્દે ટેલિફોનિક રીતે તંત્રનો સંપર્ક કરવાની કોશિષ કરેલ પણ યોગ્ય માહિતીનો અભાવ જોવા મળતા વલસાડ તાલુકા વિકાસ અધિકારી અને વલસાડ કલેકટરને લેખિતમાં રજૂઆત કરી હતી અને જો મારી માંગનો પૂરી ન કાવામાં આવે તો જનઆંદોલન થશે ની ચીમકી ઉચ્ચારી હતી.
આ બાબતે યુથલીડર ડો.નિરવ ભુલાભાઇ પટેલે Decision News ને જણાવ્યું હતું કે એક બાજુ સરકાર “ભણશે ગુજરાત તો આગળ વધશે ગુજરાત” ની મોટી મોટી વાતો કરી રહી છે અને બીજીબાજુ રાજયભરમાં ઘણીબધી આંગણવાડીઓ જર્જરિત હાલતમાં હોવા બાબતની વારંવાર ફરિયાદો ઉઠવા પામી રહી છે. પરંતુ સરકાર ક્યા કારણોસર આ ગંભીર મુદ્દે સતત આંખ આડાકાન કરી રહી છે તે બાબત દુઃખદ છે.શુ ગરીબના બાળકો દેશના બાળકો નથી? શુ કામ એલોકોએ સતત હેરાનગતિ વેઠવાની હોય?લોકોએ હવે પોતે જાગૃત થવાની જરૂર છે બાકી સતત હેરાનગતિ જ વેઠવી પડશે. સરકાર આદિવાસી વિસ્તારમાં જનજાતીય ગૌરવ યાત્રા કાઢી રહી છે ત્યારે અમારુ એવું માનવું છે કે જયારે ગરીબ અને છેવાડાના માનવીના બાળકો ખુબ સારુ શિક્ષણ મેળવે અને બાબાસાહેબ આંબેડકર અને ડો.અબ્દુલ કલામ,વિક્રમ સારાભાઈ, બિરસા મુંડા,તંત્યા મામાં ભીલ, ગુરુ ગોવિંદજી,સંત દિત્યાબાપા જેવા મહાન માણસો બનશે ત્યારે જ સાચા અર્થમાં દેશની પ્રગતિ થશે.











