ધરમપુર: ચોમાસામાં ભારે વરસાદના કારણે ક્ષતીગ્રસ્ત થયેલા રસ્તાઓની ધ્વસ હાલતને લઈને લોકોમાં ભારે ઉપાહોપ હતો ત્યારે ધરમપુરના માર્ગ અને મકાન પેટા વિભાગ (રાજ્ય) દ્વારા ધરાયેલી મરામતની કામગીરી પૂર્ણતાના આરે પોહ્ચતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે.

ચોમાસુ પૂર્ણ થતા ધરમપુરમાં માર્ગ અને મકાન વિભાગના રાજ્ય હસ્તકના રસ્તાઓની મરામત તેમજ કેટ આઇ અને થર્મોપ્લાસ્ટ પટ્ટા સાથે રોડ બ્યુટીફીકેશનની કામગીરી હાથ ધરી મોટા ભાગના રસ્તાઓ પર કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. અને પ્રગતિમાં રસ્તાઓની કામગીરી વચ્ચે ધરમપુરના શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ખાતે અગામી તારીખ 27, 28 અને 29 નવેમ્બરે યોજાનારી ગુજરાત સરકારની રાજ્ય કક્ષાની ચિંતન શિબિર પણ યોજાવાની છે. જેને લઈ આ કામગીરી ચિંતન શિબિર પેહલા બે દિવસમાં પૂર્ણ થવાની માહિતી મળી છે.

R&B સ્ટેટ ધરમપુરે મહત્વના ખારવેલથી આસુરા વાવ સર્કલ, કરંજવેરીથી વડપાડા, ધરમપુરથી વિલ્સન હિલ રસ્તાઓનું નવીનીકરણ, પેચવર્ક તેમજ જંગલ કટીંગ ગેરુચુનોની કામગીરી પૂર્ણતાના આરે પહોંચી છે. રસ્તાઓના મરામતની કામગીરી થતા ખરાબ રસ્તા અને ઉડતી ધૂળની ડમરીથી હાલાકી ઉઠાવતા વાહનચાલકો તથા જનતાને રાહત મળી છે. લોકો ખુશ છે અને R&B સ્ટેટ ધરમપુરની કામગીરીની સરાહના કરી રહ્યા છે


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here