ખેરગામ: હાલમાં ચૂંટણી પંચ દ્વારા SIR ની કામગીરી ચાલુ કરવામાં આવી છે.એમાં શિક્ષકોને બીએલઓ તરીકે કામગીરી સોંપવામાં આવી છે તેનાથી શિક્ષકોની હાલત ખુબ જ કફોડી બની છે અને શિક્ષકો બીએલઓની કામગીરીમાં જ વ્યસ્ત રહેતા હોય લાખો બાળકોના શિક્ષણ કાર્ય પર ભારે ખરાબ અસર પડી રહી છે. સરકાર દ્વારા ચૂંટણી આયોગ SIR ની કામગીરી શિક્ષકો માટે સિરદર્દ બની ગઈ હોય અને શિક્ષકોની ગેરહાજરી લાખો વિદ્યાર્થીઓના શિક્ષણકાર્યમાં બાધારૂપ બની ગઈ હોય યોગ્ય કાર્યવાહી કરવા બાબતે ડો.નિરવ ભુલાભાઇ પટેલે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે
યુથલીડર ડો.નિરવ ભુલાભાઇ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અનેક શિક્ષકો આવી વધારાની કામગીરીના ભારણના લીધે તેમજ ભુલ થાય તો કાયદાકીય પ્રક્રિયામાં ફસાય જવાનાં ડરથી આત્મહત્યા કરી રહ્યા છે અથવા ભારે તણાવના કારણે હાર્ટએટેકનો ભોગ બની રહ્યા છે.અને ઘણીવાર તકલીફોની રજૂઆત કરવા જાય તો ઉચ્ચ કક્ષાના બે અધિકારીઓ સંબંધીઓને કે શિક્ષકોને રજૂઆત સાંભળ્યા વગર જ ગેટ આઉટ કરીને કાઢી મુકવામાં આવ્યા હોવાની તેમજ મહિલાઓ સાથે નારીની ગરિમાને લાજે એ રીતનો નિમ્ન કક્ષાનો વ્યવહાર કરવાની ફરિયાદો વલસાડ જિલ્લામાં ઉઠી રહી છે,આવી જ પરિસ્થિતિ અન્ય જિલ્લાઓમાં પણ છે. હાલમાં જ અરવિંદભાઈ વાઢેર નામના 40 વર્ષીય શિક્ષકે કામનું અસહ્ય ભારણ નહીં જીરવી શકતા પોતાની પત્નિને પત્ર લખી પત્નિ અને નાનકડુ બાળક મૂકીને આત્મહત્યા કરી લીધી. એ જ રીતે અન્ય આવા બનાવો બન્યાનું લોકોમાં ધ્યાન ખેંચાયુ છે. અત્યારે અમારા જેવા કોઇ આગેવાનો ગંભીર ગુનાઓ આચરતા આરોપીઓને પકડવાની માંગ કરે તો તરત જ પૂરતી તપાસ કર્યા વગર કે કોઈપણ પુરાવાઓ વગર ઉપજાવી કાઢેલી જૂઠી વાર્તાઓને આધારે આરોપી બનાવી દેવામાં આવીને હેરાન પરેશાન કરવામાં આવે છે અને બીજી બાજું આ મેઈલ સાથે જોડેલી suicide note જોડી રહ્યો છું જેમાં સ્પષ્ટ અક્ષરોમાં લખેલું છે કે કામના અસહ્ય ભારણથી શિક્ષક અરવિંદભાઈ એ આત્મહત્યા કરી છે. હજુ બીજા ઘણા શિક્ષકો આ રસ્તો ટૂંક સમયમાં અપનાવે તો એના માટે જવાબદાર કોણ ? અત્યારે વિદ્યાર્થીઓનું અમૂલ્ય ભણતર બગડી રહ્યું છે તેના માટે જવાબદાર કોણ ?
હાલમાં રાજ્યભરમાં અનેક યુવાનો શિક્ષિત બેકાર છે અને નોકરી રોજગારની શોધમાં છે તેમજ સરકાર નોકરીઓમાં કોન્ટ્રાકટ સિસ્ટમ પર રાખે છે તેવી રીતે અનેક પ્રતિભાશાળી યુવાનોને કોન્ટ્રાકટ પર રાખી આ કામગીરી સોંપવામાં આવે તો અનેક યુવાનોને રોજગારી મળી રહે અને શિક્ષકો પણ સરળતાથી શિક્ષણ સંબંધિત કામગીરી કરી શકે તો વધારે સારુ રહેશે એવું મારું સ્પષ્ટ માનવું છે.આપશ્રી હંમેશા પ્રજાવત્સલ રહ્યા છો એટલે આપની પાસે આ બાબતે યોગ્ય કામગીરીની અપેક્ષા રાખી શકાય એમ છે માટે આ બાબતે ઘટતી કાર્યવાહી કરી શિક્ષકોની દયનિય હાલત ધ્યાને લેશો એવી અમે અપીલ કરીએ છીએ.











