ધરમપુર: મિત્રો આ વાત છે ધરમપુરમાંથી પસાર થતાં નેશનલ હાઈવે નંબર 56 ની ખાડાઓ પણ એક રસ્તો પણ એ જ પરિસ્થિતિ પણ એ જ ધૂળ પણ એ જ સમસ્યા પણ એ જ રજૂઆતો પણ એ જ છતાં પણ નેશનલ હાઈવે બનતો નથી. એક તરફ પૂરું તંત્ર જન પ્રતિનિધિઓ કાર્યક્રમમાં વ્યસ્ત છે અને જનતા ગંભીર ધૂળિયો મારગ નેશનલ હાઈવે નંબર 56 સામનો કરી રહ્યા છે , શ્વાસ લેવું મુશ્કેલ. રસ્તો તો રહી ગયો… લોકોનું જીવન જોખમમાં છે.
નેશનલ હાઈવે ઓથોરિટીને વારંવાર રજૂઆત કરવા છતાં પણ એ લોકો કંઈ રોડ બનાવતા નથી ચોમાસામાં પણ એ લોકોએ બેદરકારીને હદ પાર કરી નાખ અને હમણાં પણ.. એ લોકોનું કહેવું છે કે અમારું પ્લાન બધું તૈયાર જ છે વરસાદ ખુલે એટલે પછી અમે રોડ બનાવી દઈશું . નેશનલ હાઇવેના ઓફિસરો જ્યારે રોડ બનાવે ત્યારે પણ વિઝીટ નથી લેતા અને મેન્ટેનન્સના સમયે પણ નથી વિઝીટ લેતા એકદમ હાવ તદ્દન ભંગાર કોલેટી નો રોડ બનાવે છે અને જનતા એનો ભોગ બને છે બેદરકારી ની તમામ હદો પાર કરી ચૂક્યા છે .
કાર્યક્રમ કરવા એ સારી બાબત છે પણ જુઓ આપણે જનતાના પ્રશ્નોને સાઈડ પર મૂકી નજર અંદાજ કરીએ અને જે મુખ્ય હેતુ છે માન્ય વડાપ્રધાનનો કે જનતાને સુવિધાઓ મળે પરંતુ મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને રાષ્ટ્રીય અધ્યક્ષ એમાં ચુકી ગયા છે ગયા છે. ખરેખર તો કાર્યક્રમ માં ખાસ કરીને એવા પણ હોવા જોઈએ કે તમે જનતાને કેટલા પ્રશ્નો સોલ્વ કર્યા અને કેટલા સમયમાં..આજે એટલા બધા પ્રશ્નો છે કે એ બધા પ્રશ્નોની જગ્યાએ જ પડેલા છે .
સાંસદ શ્રી ધવલભાઇને મારે કેવું છે કે હવે પત્રથી નથી કામ ચાલશે નેશનલ હાઈવે ઓથોરિટી પર કડક કાર્યવાહી કરી વાપરવા ઓફિસરને દંડિત કરી કામો કરાવડાવવા પડશે ! આ હવે સામાન્ય મુદ્દો નથી—આ જનજીવનનો, સલામતીનો અને જવાબદારીનો મુદ્દો છે. જનતાની રજૂઆત અને અપેક્ષા છે કે સાંસદ શ્રી ધવલભાઈ રોડ જરૂર બનાવશે.











