વાપી: ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે, વાપીમાં બલીઠાની આલોક ઈન્ડસ્ટ્રીમાં કામદારોનું શોષણ કરવામાં આવે છે જેને લઈને અમે લેબર અધિકારીને આવેદનપત્ર આપીને કહ્યું છે કે જો આગામી 10 દિવસમાં આ સમસ્યાનો હલ નહીં આવે તો કંપનીના 290 થી વધારે કામદારો અને હું આલોક કંપનીની બહાર ત્રણ દિવસના ધરણા પર બેસીશું.
Decision News સાથે વાત કરતાં અનંત પટેલ જણાવે છે કે વાપી તાલુકાના બલીઠામાં આવેલી આલોક ઈન્ડસ્ટ્રી દ્વારા 150 થી વધુ કામદારોને છેલ્લા ઘણાં સમયથી રેગ્યુલર હોવા છતાં મિનિમમ વેજીસ કરતા ઓછો પગાર આપવામાં આવતો હતો. આ બાબતને લઈને અનેકવાર કંપનીને કામદારોએ રજુવાત કરી પણ કંપનીએ રાજુવાતોને ધ્યાન લીધી નહિ અને પગાર વધારો માંગનાર કામદારોને વિવિધ રીતે હેરાન પરેશાન કરવામાં આવે છે જે કામ કરવા માટે નીમવામાં આવેલા હોય તેના સિવાય બીજા જ કામ કરાવવામાં આવે છે જેની ફરિયાદ કામ દરો દ્વારા મને કરવામાં આવી હતી જેને લઈને વાપી મામલતદાર કચેરીએ આવેલી લેબર ઓફિસ ઉપર 900 થી વધુ કામદારો એકત્ર થયા હતા. અને લેબર અધિકારીને આવેદનપત્ર આપી અમે અમારી માંગ મૂકી છે.
કામદારોની માંગો…
1) ૨૦૨૨ માં કરવામાં આવેલો પગાર વધારો તેમજ ૩૨૨ જેટલા કામદારોને સાત માસનો પગાર ચૂકવાયો નથી તો પગાર તેમજ એરિયર્સ સાથે ચૂકવવામાં આવે.
2) યુનિયનના ૩૭ જેટલા કામદારોને કાઢી મૂકવામાં આવ્યા છે. તેઓને પરત કંપનીમાં લેવામાં આવે.
3) એક ખાતામાંથી બીજા ખાતામાં કામદારોને કોઈપણ કારણ વગર ટ્રાન્સફર કરી દેવામાં આવે છે એકામગીરી બંધ કરવામાં આવે.
4) દરેક કામદારને પોતાના હોદ્દા મુજબનું કામ આપવા આપવામાં આવે વગેરે માંગણીઓ કરવામાં આવે છે.











