વાંસદા: ભીનાર ગામેથી D.G.V.C.L. ના વીજતાર ચોરીના અનડિટેક્ટ ગુનો શોધી કાઢી થ્રી ફૈઝ 54,500 રૂપિયાના L.T. એલ્યુમિનિયમ વીજતાર, 5,00,000 રૂપિયાના મારૂતી સુઝુકી સુપર કેરી ટેમ્પો તથા 20,000 રૂપિયાના ચાર નંગ મોબાઇલ ફોન એમ કુલ મળીને 5,74,500/- ના મુદૃામાલ સાથે આરોપીઓને વાંસદાના પોલીસ ટીમ પકડી પાડયા છે.
DECISION NEWS ને મળેલી ફરિયાદ મુજબ ભીનાર ગામ ખાતેથી D.G.V.C.L. નો વીજતાર ચોરી થયેલ જે ચાર ઇશમો મારૂતી સુઝુકી કંપનીની સુપર કેરી ટેમ્પો ગાડી નંબર GJ-21 Y-7382 માં ચોરાયેલ મુદ્દામાલ સાથે ઉનાઇ થી ચીખલી તરફ આવનાર છે. જે બાતમી આધારે વાંસદા પોલીસ સ્ટાફના માણસો મોજે- ઉનાઇ થી વાંસદા આવતા રોડ ઉપર મોજે ચઢાવ ગામે કોષખાડી નદીના પુલ ઉપર બાતમી આધારે મારૂતી સુઝુકી કંપનીની સુપર કેરી ટેમ્પો ગાડી નંબર GJ-21 Y-7382 આવતા તપાસ કરતા ચાર ઇસમો મળી આવેલા અને ટેમ્પાના પાછળના ભાગે D.G.V.C.L. ના એલ્યુમિનિયમના વીજતાર જેની લંબાઇ આશરે ૫૦૦ મીટર જેની આશરે રૂ.54,500/ તથા જુદી-જુદી કંપનીના મોબાઇલ નંગ-04 મળી રૂ.20,000/- તથા એક ગ્રે કલરનો મારૂતી સુઝુકી સુપર કેરી ટેમ્પો રજી નંબર GJ-21 Y-7382 જેની રૂ.5,00,000/- મળી કુલ્લે કિ.રૂ.5,74,500/- નો ચોરીનો મુદૃામાલ રાખી આરોપી નં (1) વૈભવ ઉર્ફે અરૂણ રામ પ્રચિન્દ્ર અગ્રહરી ઉ.વ.25 ધંધો-ડ્રાઇવિંગ હાલ રહેવાસી-ઉનાઇ નાકા ફળીયા(રાકેશભાઇ ની ચાલમાં) તા.વાંસદા જી.નવસારી મુળ રહે-રૈયનાપુર તા.બલદીયરાય જી.સુલતાનપુર (યુ.પી.) તથા (2) હરિશચન્દ્ર રામલખન ગુપ્તા ઉ.વ.30 ધંધો-વેપાર(ભંગારનો) રહેવાસી-રેલ્વે સ્ટેશન પાછળ(ચેતનભાઇ વાઘેલાના મકાનમાં) તા.વાંસદા જી.નવસારી મુળ રહે- રહે-રૈયનાપુર તા.બલદીયરાય જી.સુલતાનપુર (યુ.પી.) તથા (3) વિરલ ઉર્ફે કાલુ રમેશભાઇ મોહનભાઇ ધો.પટેલ ઉ.વ.27 ધંધો-મજુરી રહેવાસી- સરા હનુમાન ફળીયા તા.વાંસદા જી.નવસારી તથા (4) રાહુલભાઇ નરેશભાઇ કુંકણા ઉ.વ.26 ધંધો-મજુરી રહેવાસી-સરા હનુમાન ફળીયા તા.વાંસદા જી.નવસારી નાઓને ઉપરોકત ચોરીના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
કામગીરી કરનાર વાંસદા પોલીસ ટીમ:-
(1 ) એન.એમ.આહિર પોલીસ ઈન્સ્પેક્ટર
(2 ) એમ.ડી.ગામીત પોલીસ ઈન્સ્પેક્ટર
(3 ) સી.એલ.મોહિતે પોલીસ સબ ઈન્સ્પેક્ટર
(4 ) એ.એસ.આઈ.અનિલભાઇ લક્ષ્મણભાઇ
(5 )એ.એસ.આઇ.નિલેશભાઇ અરવિંદભાઇ
(6 ) અ.હે.કો. યોગેશભાઇ પરસોતભાઇ
(7 ) અ.પો.કો.નરસિંહા શંકરસિંગ
(8 ) અ.પો.કો.સંદીપભાઇ રમેશભાઇ











