ડાંગ: કેટલાંય આદિવાસી સમાજના લીડરો અને લોકોએ જળ જંગલ જમીન બચાવવા માટે પોતાના જીવનું બલિદાનને પણ પ્રકૃતિના રખેવાળ બન્યા છે એવા જ ગુજરાતના છેવાડે આવેલા ડાંગ જીલ્લાની એક બહાદુર આદિવાસી મહિલાની ગતરોજ જ પુણ્યતિથિ ડાંગીજનોએ બનાવી હતી.
સ્થાનિક લોકોના સાથે વાત કરતાં DECISION NEWS ને જાણવા મળ્યું કે ડાંગ જિલ્લાના કોશિમદા ગામમાં વર્ષ 1991 ની 11 નવેમ્બરે ડાંગના રોજ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ કોશીમદા ગામેં ઘુસી જઈને ગોળીબાર કરવામાં આવ્યો હતો જેમાં તારાબેન ગંગાભાઈ પવાર ગોળીબારનો શિકાર બની હતી. તેમનું એક વર્ષનું બાળક અનાથ થઈ ગયું હતું. ત્યારથી લઈને અત્યાર સુધી દર વર્ષે 20 નવેમ્બરના રોજ તારાબેન પવારની પુણ્યતિથિની ઉજવણીનાં ભાગરૂપે કાર્યક્રમો યોજવામાં આવે છે.
જળ, જંગલ અને જમીનની વાત આવે એટલે આદિવાસીનો ઉલ્લેખ થાય અને થાય જ.! કારણ કે જળ, જંગલ, જમીનનો મૂળ માલીક આદિવાસી છે..! આજે આદિવાસીઓ પોતાનો હક્ક અને અધિકાર માટે ઝઝૂમી રહ્યાં છે. તારાબેન પવારને એમના શહાદત દિવસના રોજ હજારો ડાંગીજનો શ્રદ્ધાંજલિ પાઠવે છે. અને કહે છે તારાબેન પવારને લાલ સલામ..











