વલસાડ: આજરોજ વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલ વલસાડ જિલ્લાના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટી (AAP)ના પ્રમુખ ચૈતર વસાવાએ આયોજિત કરેલો જનસભા કાર્યક્રમ આજે સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયાનો દાવો કરવામાં આવ્યો છે તેમનું કહેવું છે કે આ કાર્યક્રમમાં 10 હજારથી વધુ લોકોના જનમેદનીનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ વાસ્તવિકતા તદ્દન વિપરીત રહી – માંડ 150 થી 200  જેટલા લોકો જ મેદાનમાં ઉપસ્થિત રહ્યા હતા.

તેમણે વધુમાં જણાવ્યું કે વાયરલ વિડિયોમાં અને સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, કાર્યક્રમના મેદાનમાં ખાલી ખુરશીઓનો દૃશ્ય જોવા મળ્યો હતો, જેના કારણે ચૈતર વસાવા નારાજ અને જોવા મળ્યા હતા. કાર્યક્રમ દરમિયાન તેમણે વારંવાર માઇક પરથી લોકોને આગળ આવવા અપીલ કરી હતી, પરંતુ પરિણામ નહીવત્ જ રહ્યું. આ ઘટનાએ વલસાડ જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પ્રત્યેના લોકવિશ્વાસને વધુ મજબૂત બનાવ્યો છે.

સ્થાનિક ભાજપ લોકોનું કહેવું છે કે, વિરોધી પક્ષોની આ પ્રકારની નિષ્ફળતા એ સાબિત કરે છે કે વલસાડની જનતા મોદીજીના નેતૃત્વ અને ભાજપની નીતિઓ પર અટલ વિશ્વાસ ધરાવે છે. આ ઉપરાંત, વલસાડના સાંસદ ધવલ પટેલની લોકપ્રિયતામાં સતત વધારો થઈ રહ્યો છે. તેમના વિકાસલક્ષી કામો અને જનતા સાથેના સીધા સંપર્કને કારણે વિરોધી પક્ષોમાં બેચેની વધી છે. આજની આ ઘટના એ જ સંકેત આપે છે કે વલસાડ જિલ્લામાં ભાજપનું વર્ચસ્વ અકબંધ રહેશે.
આ ઘટના બાદ સ્થાનિક ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here