કપરાડા: ગતરોજ કપરાડા તાલુકા વકીલ મંડળ દ્વારા કોર્ટના માનનીય જજ શ્રી કે.કે. નાથાણી મુખ્ય અતિથિના ઉપસ્થિતમાં સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સરકારી વકીલ, નવા વરાયેલા નોટરી વકીલ મિત્રો, કોર્ટ સ્ટાફ અને વકીલ મંડળના સભ્યોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.
DECISION NEWS ને મળેલી જાણકારી મુજબ આ સ્નેહમિલન સમારોહમાં કપરાડા વકીલ મંડળના પ્રમુખ શ્રી રવિન્દ્ર પટેલે સૌનું હાર્દિક સ્વાગત કર્યું અને મંડળની ભાવિ કામગીરી અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો તેમણે કહ્યું કે કપરાડા તાલુકામાં ન્યાયિક સેવાઓને વધુ અસરકારક બનાવવા માટે વકીલ મંડળ હંમેશા એકતાપૂર્વક કાર્ય કરે છે. તેમણે ભવિષ્યમાં પણ આ સાથ સહકાર કાયમી રીતે મળતો રહે તેવી આશા વ્યક્ત કરી હતી.
આ સમારોહમાં નવા નોટરી વકીલોને અભિનંદન આપવામાં આવ્યું અને સ્નેહમિલનનો મુખ્ય હેતુ વકીલ સાથીઓ વચ્ચે સુમેળ, સહયોગ અને સકારાત્મક વાતાવરણ વધારવાનો હતો. છેલ્લે બધાનો આભાર માણી કાર્યક્રમની પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.











