ધરમપુર: આજરોજ આદિવાસી વિકાસ મંડળ સંચાલિત આશ્રમશાળા, ભેંસધરા ખાતે ભારતીય જનતા પાર્ટી ધરમપુર વિધાનસભા દ્વારા બારોલીયા જિલ્લા પંચાયત સીટનો દિવાળી તથા નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

થોડા મહિનાઓમાં વલસાડ જિલ્લામાં પણ તાલુકા અને જિલ્લા પંચાયતની ચુંટણીઓ આવી રહી છે ત્યારે ભાજપના ઉમેદવારો મજબૂતાઈથી ચુંટણી લડે અને ભારે મતોથી વિજય મેળવે એવા આયોજન માટે વર્તમાન સમયથી જ ધારાસભ્યો, સાંસદ, અને ભાજપના કાર્યકર્તાઓ સાથે સંગઠનોના આગેવાનો સાથે સ્નેહમિલન સ્વરૂપે બેઠકોનો દોર ચાલુ કરી દેવામાં આવ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે.

આ નિમિત્તે વલસાડ-ડાંગ સાંસદ શ્રી ધવલભાઈ પટેલ, સાથી ધારાસભ્ય શ્રી જીતુભાઈ ચૌધરી, જિલ્લા ભાજપા મહામંત્રી શ્રી મહેન્દ્રભાઈ ચૌધરી, તાલુકા ભાજપા પ્રમુખ શ્રી કેતનભાઈ વાઢું, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી પીયૂષભાઈ માહલા, જિલ્લા આદિજાતિ મોરચાના પ્રમુખ શ્રી નવીનભાઈ ભોયા, તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા…