ચીખલી: ગતરોજ પારિવારિક ઝઘડામાં ચીખલી તાલુકાના બોડવાંક ગામમાં રેહતા પતિ પત્ની માંથી સાથેની કોઈ અજાણ્યા મામલામાં બોલાચાલી બાદ એક આધેડ પતિએ બાથરૂમમાં રાખેલું એસિડ પીને આપઘાતનો પ્રયાસ કારયાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
ચીખલી પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે બોડવાક નવા ફળિયાના રહેવાસી 58 વર્ષીય આધેડે ગત રોજ સાંજે 6:30 વાગ્યા પહેલા પોતાના ઘરમાં પત્ની સાથે બોલાચાલી કરી તેનાથી દુખી થઈને આધેડે ઘરના બાથરૂમમાં રાખેલું એસિડ પી લીધું હતું. એસિડ પીધા બાદ આધેડ અર્ધભાન થઈ ગયા હતા ત્યારે તેમને ટાંકલ CHC ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
ત્યારબાદ વધુ સારવાર માટે ટાંકલ સી.એચ.સી.માંથી ખારેલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. ચીખલી પોલીસમાંથી હેડ કોન્સ્ટેબલ જીગ્નેશભાઈ રંગુભાઈ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી હોવાનું હાલમાં જણાવ મળ્યું છે.











