નેત્રંગ: ગતરોજ બિરસા મુંડાની 150મી જન્મ જયંતીની ઉજવણી પ્રસંગે આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવાએ જાહેરસભા યોજીને સરકાર ચેતવણી આપતાં કહ્યું કે જો અમારો પાંચમી અનુસૂચિમાં સમાવેશ નહીં કરો, તો નેપાળવાળી કરવા માટે અમે ગાંધીનગર આવવાના છીએ.’

ચૈતરભાઈ જણાવ્યું કે, ‘મુઘલોથી લઈને અંગ્રેજો સુધી અનેક લોકોએ આપણું શોષણ કર્યું અને અત્યારે પણ સમાજનું શોષણ થઈ રહ્યું છે. બંધારણમાં અનુસૂચિત પાંચ આદિવાસી લોકો માટે બનાવવામાં આવી છે, પરંતુ ગુજરાતમાં આજદિન સુધી તે લાગુ થઈ નથી.’ તેણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે સત્તામાં બેસેલા લોકો સત્તાનો દુરુપયોગ કરી આદિવાસી વિસ્તારોમાં ખનીજોની ચોરી કરી રહ્યા છે અને તેમની જમીન છીનવી રહ્યા છે. અન્ય રાજ્યોનો ઉદાહરણ આપીને ગુજરાતમાં અનુસૂચિ 5 લાગુ ન થવા પર સવાલ ઉઠાવ્યા હતા. તેણે કહ્યું કે ‘આસામ, સિક્કિમ, મિઝોરમ, નાગાલેન્ડ અને મેઘાલય જેવા રાજ્યોમાં બંધારણની અનુસૂચિત છનો સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ ગુજરાતમાં અનુસૂચિત પાંચ પણ લાગુ કરવામાં આવી નથી.’

ચૈતર વસાવાએ કહ્યું કે, ‘નરેન્દ્ર મોદી 24 વર્ષથી સત્તામાં છે, છતાં પણ આજે આદિવાસીઓ શિક્ષણ, નર્મદાના પાણી અને પોતાની જમીન બચાવવા માટે આંદોલનો કરે છે. પણ ‘હવે ‘લડેંગે જીતેંગે જિંદાબાદ’ જેવા આવેદન અને નિવેદન કરવા માંગતા નથી, હવે ધરણા પ્રદર્શનો અને આંદોલનો બંધ… જો અમારો પાંચમી અનુસૂચિમાં સમાવેશ નહીં કરો, તો નેપાળવાળી કરવા માટે અમે ગાંધીનગર આવવાના છીએ.’


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here