ગુજરાત: નાગરિકોની સુવિધામાં વધારો કરતા, સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ગણતરી ફોર્મ ભરવાની પ્રક્રિયા હવે ઓનલાઇન ઉપલબ્ધ કરાવવામાં આવી છે. મતદારો હવે સત્તાવાર ‘Voter’s Service Portal’ (https://voters.eci.gov.in/) પર લોગિગ કરીને તમે જાતે જ આ ફોર્મ ભરી શકશે.

આ ઓનલાઈન સુવિધાનો લાભ લેવા માટે કેટલીક ચોક્કસ શરતોનું પાલન કરવું ફરજિયાત છે, જેમાં મુખ્યત્વે મતદારનો મોબાઇલ નંબર EPIC સાથે લિંક હોવો અને Esign દ્વારા ફોર્મ સબમિટ કરવું આવશ્યક છે.

ઓનલાઈન ફોર્મ ભરવા માટે.. 
ઓનલાઈન પ્રક્રિયામાં આગળ વધવા માટે કેટલીક શરતોનું પાલન કરવું ફરજિયાત છે:
1 Esign ટૂલ, જે આધારનો ઉપયોગ કરે છે, તેના પરનું નામ અને EPIC (2025) પરનું નામ એકદમ સમાન હોવું જોઈએ.
2 મતદારનો મોબાઇલ નંબર EPIC સાથે લિંક હોવો જરૂરી છે. જો મોબાઇલ નંબર લિંક ન હોય, તો મતદારે ફોર્મ 8 ભરીને તેને લિંક કરાવવો પડશે.
3 ફોર્મ માત્ર Esign નો ઉપયોગ કરીને જ સબમિટ કરી શકાય છે.
4 જે મતદારો ઉપરની શરતોનું પાલન કરતા નથી, તેમને BLO (બૂથ લેવલ ઓફિસર) મારફતે ફોર્મ સબમિટ કરવું પડશે.

SIR ગણતરી ફોર્મ ઓનલાઈન ભરવાની સ્ટેપ-બાય-સ્ટેપ.. 
1. सौप्रथम, Voter’s Service Portal (https://voters.eci.gov.in/) पर सोगिन डरो.
2. ત્યારબાદ ‘Fill Enumeration Form’ પર ક્લિક કરો.
3. રાજ્ય પસંદ કરો (દા.ત., ગુજરાત).
4. આપેલા ફિલ્ડમાં તમારો EPIC નંબર (2025) દાખલ કરો અને સર્ચ બટન પર ક્લિક કરો.
5. મતદારની પ્રીફિલ્ડ માહિતી સ્ક્રીન પર પ્રદર્શિત થશે.
6. OTP વેરિફિકેશન પૂર્ણ કરો.
7. હવે તમારે ‘CHOOSE CATEGORY’ પસંદ કરવી પડશે. કેટેગરીમાં તમે પસંદ કરી શકો છો કે તમારું નામ છેલ્લી SIR ની મતદાર યાદીમાં હાજર છે, અથવા તમારા માતા-પિતાનું (પિતા, માતા, દાદા, દાદી) નામ છેલ્લી SIR ની મતદાર યાદીમાં હાજર છે, અથવા છેલ્લી મતદાર યાદીમાં તમારું કે તમારા માતા-પિતાનું નામ હાજર નથી.
8. જો તમારું નામ છેલ્લી SIR માં હાજર ન હોય, તો સંબંધીઓની વિગતો આપો.
9. ‘DETAILS IN LAST SIR’ नी भाडिती पूरी पाडो.
10. ગણતરી ફોર્મનું પૂર્વાવલોકન (Preview) કરો.
11. આધાર વેરિફિકેશન કરો.
12. ફોર્મના પૂર્વાવલોકન બાદ, ઘોષણા (declaration) પર ક્લિક કરો અને ફોર્મ સબમિટ કરો.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here