આહવા: ડાંગમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તૈયારીઓ તીવ્ર બની રહી છે. કોંગ્રેસના ઉભરતા નેતા સ્નેહલ ઠાકરે અને પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિતની જોડીએ ગામડે-ગામડે ભાજપના કાર્યકરોને પોતાના પક્ષમાં સામેલ કરીને રાજકીય મેદાનમાં તોફાન લાવ્યું છે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની આગામી ચૂંટણીઓમાં કોંગ્રેસની આ આક્રમક વ્યૂહરચના ભાજપના ‘વિજય કિલ્લા’ને ધ્વસ્ત કરી દે તેવી આશંકા વ્યક્ત થઈ રહી છે.
ડાંગ જિલ્લામાં ભાજપનું લાંબા સમયથી વર્ચસ્વ રહ્યું છે, પરંતુ છેલ્લા કેટલાક મહિનામાં ચાણક્યના સામ દામ દંડથી કોંગ્રેસે તેના કિલ્લાના પાયા હલાવવાનું શરૂ કર્યું છે. સ્નેહલ ઠાકરે, જેઓ કોંગ્રેસના ડાંગ જિલ્લાના યુવા પ્રમુખ છે, અને પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિતની જોડીએ અંતરિયાળ ગામડાઓમાં પ્રવાસ શરૂ કરી દીધો છે. છેલ્લા ત્રણ મહિનામાં ૧૫ થી વધુ અહવા, વઘઈ અને સુબિર તાલુકાઓના ગામડાઓના ભાજપના નાના-મોટા કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે. હાલમાં ભાજપના તાલુકા પ્રમુખના સગાભાઈ અને પંચાયતના સભ્યો, કાર્યકરો સાથે ભાજપ પાર્ટી છોડીને કોંગ્રેસ તરફ વળ્યા છે.
સ્નેહલ ઠાકરે જણાવે છે કે, “ભાજપે આદિવાસીઓના વિકાસના નામે માત્ર પ્રચાર કર્યો છે, પરંતુ વાસ્તવિક કામો કર્યા નથી. હવે સમય આવ્યો છે કે લોકો આ કિલ્લાના પાયા તોડે અને વાસ્તવિક વિકાસની તરફ આગળ વધે.” મંગળ ગાવીત પણ ગામડાઓમાં યોજેલી સભાઓમાં કહ્યું કે, “આ ચૂંટણીમાં કોંગ્રેસ ડાંગને પોતાના હાથમાં લેશે, કારણ કે લોકો વિજય પટેલની કાર્યશૈલીથી સંતોષ નથી.” આ વખતની તાલુકા અને જિલ્લા પંચાયતન પરિણામ અમે બદલી નાખીશું.
તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં કોંગ્રેસે 40 થી વધુ આદિવાસી ગામડાઓમાં જાગૃતિ અભિયાન કરવાનું વિચારી રહ્યું છે અને ભાજપ દ્વારા લોક સુવિધાઓના રોડ, પાણી અને વીજળીના કામોના ફોટા બતાવીને ‘ખોટો પ્રચાર’ અને ઘણા કામો અધૂરા અથવા કાગળ પર જ હોવાનું ખુલ્લા પાડવામાં કોંગ્રેસને સફળ પ્રયાસ કરી રહી છે.
ભાજપના ડાંગના એક આદિવાસી નેતાએ નામ ન છાપવાની શરતે કહ્યું, “વિજયભાઈ સરકારી કાર્યક્રમોમાં વ્યસ્ત છે, પરંતુ ગામડાના મૂળ મુદ્દાઓ જેમ કે પાણી, રોડ અને રોજગારી પર ધ્યાન આપતા નથી. આનાથી લોકો નારાજ છે.” ઊલટાનું મંગળ ગાવિતે ભાજપમાંથી છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા બાદ તરત જ વિજય પટેલ અને અને તેમના ભાઈ પર વિકાસના કામો કરવામાં 10% ટકા લઈ ભ્રષ્ટાચાર કરી રહ્યાના આરોપો લગાવ્યા છે. અત્યાર સુધી વિજયભાઈની જીતમાં આરએસએસ મોટો ફાળો જોવા મળતો હતો પણ આ વખતે લોકો ખાસ્સા નારાજ થયા છે લોકોના કામો જ અધિકારી કરી આપતા નથી જેના કારણે વિજયભાઈની છબી ખરડાઇ છે, ઉપરાંત ડાંગ ભાજપમાં જ હોદ્દાઓને લઈને વિખવાદ શરૂ થઈ ગયો છે એટલે વિભીષણ વાળી થાય તો પણ નવાઈ નહીં..! આ સમગ્ર બાબતથી ડાંગની રાજનીતિમાં તણાવ વધ્યો છે.
સ્થાનિક વિશ્લેષકો માને છે કે, જો કોંગ્રેસે વર્તમાન સમયમાં જે પ્રકારે કામગીરી કરી રહી છે તે વલણ જો જો ચાલુ જ રહ્યું તો આવનાર દિવસોમાં ભાજપને પોતાના હાથમાં રહેલી સત્તા ગુમાવવી પડી શકે છે. ભાજપનો વિજય કિલ્લો ધ્વસ્ત થઈ જશે એમાં બેમત નથી આ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી ડાંગની રાજનીતિના ભાવિને આકાર આપશે, અને આદિવાસી મુદ્દાઓ પર રાષ્ટ્રીય ધ્યાન કેન્દ્રિત થશે.
(નોંધ: બે દિવસ દરમિયાન 8 ગામડાઓના લોકોને મળી લોક રિવ્યુ એકઠા કરી તેના પરથી આ અહેવાલ તૈયાર થયો છે.)
(રાજનીતિના વધુ અપડેટ માટે જોડાયેલા રહો DECISION NEWS સાથે..)











