તાપી: ગુજરાત રાજ્યમાં જળવાયુ પરિવર્તન થવાથી અતિવૃષ્ટિના કારણે ભારે માત્રામાં તૈયાર થયેલા પાકો ડાંગર, ભીંડા, રીંગણ, તુવેર, મરચા, મગફળી જેવા રોકડિયા પાકને મોટા પ્રમાણમાં નુકશાન થયું હતું જેને લઈને તાપી જિલ્લાના આદિવાસી સામાજિક કાર્યકર તર્કકુમાર જીતેન્દ્રભાઈ ચૌધરી મુજબ ખેડૂતોની આ માંગણીઓ છે.

1. તાપી જિલ્લામાં નાના સિમાંત આદિવાસી ખેડૂતોનો વિસ્તાર છે. જેથી ૦૧ વિંધા દિઠ ડાંગરના પાક પર ૫૦,૦૦૦ નુકશાની વળતર ચૂકવવામાં આવે.

2. તાપી જિલ્લાના આંતરિયાળ વિસ્તારના ખેડૂતોની વારસાઈ બાકી હોય,જેથી તેમનું નામ નકલમાં ના હોય અને તેઓ સીધી રીતે જન્મથી ખેડૂત હોય જેથી અલગથી સર્વે કરી આવા ખેડૂત ભાઈ એકપણ બાકી રહીન જાય તેની ખાસ કાળજી રાખી માનનીય મુખ્ય આ બાબતે ગંભીરતાપૂર્વક ધ્યાન આપે એવી અમારી ખેડૂતો વતી આપને વિનંતી છે.

3. હાલ તાપી જિલ્લા નાં ખેડૂતો નાં ડાંગરના પાક નો સરકાર નાં ટેકાના ભાવ કરતાં નીચી બોલી બોલાવી ખેડૂતો ને ડાંગરનો ઓછો ભાવ આપી રાઈસ મીલ દ્વારા લુંટ ચાલે છે એની સામે કાર્યવાહી કરી માર્કેટયાર્ડ દ્વારા MSP મહત્તમ સ્પોર્ટ પ્રાઈઝ પ્રમાણે ખરીદી કરવામાં આવે.

4. તાપી જિલ્લામાં ડાંગરનું મબલખ પાક થાય છે તો સરકાર MSP નાં નિયમો મુજબ ડાંગર ખરીદી કરે એની તાત્કાલિક જાહેરાત કરી સાથે અતિવૃષ્ટિથી નુકસાન થયું છે એની પણ સહાય ની જાહેરાત કરે.

5. તાપી જિલ્લામાં ચાલુ વર્ષે વાવેતર કરેલ રોકડિયા પાક અને શાકભાજીના પાકને અતિવૃષ્ટિના કારણે નુકસાનની થયેલ હોય તો એવા પાકને પણ અલગથી સર્વે કરી MSP નક્કી કરી નુકસાની વળતર સાથે સહાય આપવામાં આવે.