ગરૂડેશ્વર: દેશભરમાં જનનાયક બિરસા મુંડાની 150મી જન્મજયંતીની ઉજવણી અંતર્ગત ‘જનજાતિય ગૌરવયાત્રા’નો શુભારંભ થયો છે. આ ઉજવણી વચ્ચે નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકામાં બિરસા મુંડાની એક પણ પ્રતિમા ન હોવાને લઈને સ્થાનિક યુવાનોમાં આક્રોશ વ્યાપ્યો છે. યુવાનોએ માંગ ઉઠાવી છે કે ગરૂડેશ્વર નજીક અક્તેશ્વર ચોકડી પાસે તેમજ કેવડિયામાં જનનાયક બિરસા મુંડાની પ્રતિમા તાત્કાલિક સ્થાપિત કરવામાં આવે.
બિરસા મુંડા આદિવાસી સમાજના મહાન નેતા અને બ્રિટિશ વિરોધી આંદોલનના પ્રતીક તરીકે ઓળખાય છે. તેમની 150મી જન્મજયંતીના પ્રસંગે કેન્દ્ર સરકાર દ્વારા વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જનજાતિય ગૌરવયાત્રા મુખ્ય આકર્ષણ છે. જોકે, નર્મદા જિલ્લાના આ વિસ્તારમાં આદિવાસી વસ્તીની બહુલતા હોવા છતાં બિરસા મુંડાની પ્રતિમા ન હોવાનું યુવાનોને ખટક્યું છે.
સ્થાનિક યુવાનેજણાવ્યું કે, “ગરૂડેશ્વર તાલુકો આદિવાસી બહુલ વિસ્તાર છે અને અહીં બિરસા મુંડા જેવા મહાન નેતાની પ્રતિમા ન હોવી એ અમારા માટે અપમાનજનક છે. અક્તેશ્વર ચોકડી પાસે પ્રતિમા સ્થાપિત થાય તો યુવાનોને પ્રેરણા મળશે. તેમજ કેવડિયા જેવા પ્રવાસન સ્થળે પણ તેમની પ્રતિમા હોવી જોઈએ, જેથી દેશ-વિદેશના પ્રવાસીઓને આદિવાસી વીરની વીરતા વિશે જાણવા મળે.











