ઝઘડિયા: ગતરોજ ઝઘડિયાના તાલુકાના રાજપારડીમાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની અધ્યક્ષતામાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 100થી વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હોવાનું જાણવા મળ્યું છે.
Decision News ને મળેલી માહિતી મુજબ ઝઘડિયા તાલુકાના રાજપારડી સ્થિત આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતે એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જ્યાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ઉપસ્થિતમાં 100થી વધુ લોકોએ AAPનો ખેસ ધારણ કર્યો હતો. આ તકે ચૈતર વસાવાએ સંગઠનને વધુ મજબૂત બનવવા તેમજ આગામી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ઉત્સાહ સાથે કામગીરી કરવા માટે કાર્યકરોને આહવાન કર્યું હતું.
આ ઉપરાંત ચૈતર વસાવાએ ભાજપમાં જોડાવાની ચાલતી ચર્ચાઓ મામલે ખુલાશો આપતા કહ્યું કે AIના માધ્યમથી વિડીયો બનાવી ખોટી રીતે ‘હું’ ભાજપમાં જોડાઈ રહ્યાની અફવાઓ ફેલાવવામાં આવી રહી છે ત્યારે આ ભ્રામક વાતોથી નહીં ભરમાશો નહીં.











