વાંસદા: સોંનગઢ તાલુકાના અજીતભાઈ નાઇક નામના આરોપીએ ગામિત કિંજુ નામની મહીલાના ખોટુ ફેસબુક એકાઉન્ટ બનાવી વાંસદા તાલુકાના લાખાવાડી ગામના કૃણાલ પટેલ નામના યુવાન સાથે પ્રેમ સંબધ કેળવી આરોપીએ ફરીયાદી પાસેથી 47,850 રૂપિયાની છેતરપીંડી કરવાનો કિસ્સો બહાર આવ્યો છે.
Decision News ને મળેલી માહિતી મુજબ વાંસદા તાલુકાના લાખાવાડી ગામમાં ઉતારા ફળિયામાં પ્રાઇવેટ કામ કરી પોતાનું જીવન ગુજરાન ચલાવતા કુણાલભાઇ નિતેશભાઈ પટેલના ફેસબુકનું એકાઉન્ટ કૃણાલ પટેલ નામથી ચલાવતો જે ફેસબુક એકાઉન્ટ પર સોંનગઢ તાલુકાના અજીતભાઈ નાઇક નામના વ્યક્તિએ ત્રણેક મહીના પહેલા ગામિત કિંજુ નામથી છોકરીનો પ્રોફાઇલ ફોટો-પોસ્ટ મુકેલ જે ફેસબુક આઇ.ડી.થી ફરીયાદીના ફેસબુક આઇ.ડી.ના એકાઉન્ટ ઉપર ફ્રેન્ડસ રિક્વેસ્ટ આવેલ હતી. જે રિકવેસ્ટ ફરીયાદીએ સ્વીકારી લીધેલ અને અજાણી ગામિત કિંજુ નામની છોકરીની ફેસ બુક આઇ.ડી.ધારક સાથે મેસેજથી વાતો કરતા ફરીયાદીને ગામિત કિંજુ નામની ફેસ બુક આઇ.ડી.ધારક સાથે ફેસબુક પ્રેમસબંધ બંધાઇ ગયેલ અને ગામિત કિંજુ નામની ફેસ બુક આઇ.ડી.ધારક સાથે ફરીયાદીના મોબાઇલ નંબરની આપલે થયેલ હતી ત્યાર બાદ બન્ને વોટસએપ ઉપર મેસેજ દ્વારા દરરોજ વાત કરવા લાગેલ. બાદ આરોપી જે ગામિત કિંજુ નામે ફરીયાદી સાથે વોટસએપ ઉપર મેસેજથી વાતો કરતા આરોપી પોતે બિમાર હોય તેમજ પિતાજીનું અવસાન થયેલ છે તેમ જણાવી અલગ અલગ બાહાના બતાવી ફરીયાદી પાસે થી ગુગલ પે દ્રારા થોડા થોડા કરી રૂ,47,850/- પડાવી લીધેલ આમ આરોપીએ ગામિત કિંજુ નામની ફેક ફેસબુક આઇ.ડી.બનાવી ફરિયાદી સાથે સ્ત્રી બની ઓળખ છુપાવી અલગ અલગ બહાના બતાવી તેનો ગેર ફાયદો ઉઠાવી ફરીયાદી સાથે છેત્તરપિંડી તથા ખોટા નામે ઠગાઇ કરી કુલ્લેરૂ,47,850/- રૂપીયા છેતરપિંડી થી લઈ લીધેલ હતા.
જે ગુનાની તપાસ દરમિયાન ટેકનિકલ એનાલેસીસ અને બેંકમાંથી માહીતી મેળવી આરોપીને ઝડપી લઇ તેની પાસેથી ગુનાના કામે ઉપયોગમાં લીધેલ મોબાઈલ ફોન તથા છેત્તરપિંડી તથા ઠગાઇ કરી રૂ,47,850 રૂપિયા પડાવનાર સોંગગઢના મલંગદેવ ખાટાડી ફળિયામાં આરોપીને અજીતભાઈ વિરીયાભાઈ નાઇક પાસે મુદ્દામાલ રીકવર કરવામાં વાંસદા પોલીસ ટીમને સફળતા મળેલ છે.
કામગીરી કરનાર વાંસદા પોલીસ ટીમ:-
(૧) એન.એમ.આહીર પોલીસ ઈન્સ્પેક્ટર
(૨) એમ.ડી.ગામીત પોલીસ ઈન્સ્પેક્ટર
(૩) એ.એસ.આઈ.અનિલભાઇ લક્ષ્મણભાઇ
(૪) અ.હે.કો.અશોકભાઇ માસુભાઇ
(૫) એલ.આર.પો.કો.રાકેશભાઇ રૂવાજીભાઇ
( વધુ અપડેટ માટે DECISION NEWS ના આગળના સમાચારો સાથે જોડાયેલા રહો.)











