ચિકદા: નર્મદા જિલ્લાના નવ નિયુક્ત ચિકદા તાલુકાની મોટી બેડવાણ આશ્રમ શાળામાં સંચાલક દ્વારા વિદ્યાર્થીઓની હોસ્ટેલને ગોડાઉનમાં ફેરવી દેવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, શિક્ષણ માટે બનાવાયેલ હોસ્ટેલ રૂમોમાં મોટી માત્રામાં મકાઈ ભરાઈ રાખવામાં આવી છે.
દિવાળી વેકેશન પૂરું થયા બાદ ફરીથી શાળા શરૂ થવા છતાં પણ હોસ્ટેલ રૂમમાંથી મકાઈનો જથ્થો હટાવવામાં આવ્યો નથી, જેના કારણે વિદ્યાર્થીઓને રહેવા અને ઊંઘવાની ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. મકાઈ સંગ્રહના કારણે રૂમોમાં દુર્ગંધ અને પ્રદૂષિત હવા રહેતી હોઈ બાળકોના સ્વાસ્થ્ય પર પણ ખતરો ઊભો થયો છે.
અભિભાવકો દ્વારા સંચાલક વિરુદ્ધ કડક અસંતોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે અને યોગ્ય તપાસની માંગ ઉઠવામાં આવી રહી છે. સરકાર દ્વારા આપવામાં આવેલ સુવિધા અને સરકારી મકાનનો ખાનગી વેપારમાં ઉપયોગ થતો હોવાનો પણ શંકા વ્યક્ત થઈ રહી છે. સ્થાનિક લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે—“શાળા અને વિદ્યાર્થીઓના કલ્યાણ માટે મળતા સ્રોતોનો આ રીતે દુરૂપયોગ થાય અને સરકારી તંત્ર મૌન રહે — તો ન્યાય કોણ કરશે ?”
બાળકોના હિત માટે જિલ્લા શિક્ષણ વિભાગ અને આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી થાય એવી લોકો આશા રાખી રહ્યા છે. બાળકોના હિતને પ્રથમ પ્રાયોરીટી આપવામાં આવે અને હોસ્ટેલને તરત જ ખાલી કરી, સફાઈ અને સ્વચ્છ વાતાવરણ પૂરું પાડવામાં આવે — તે જરૂરી બનેલું છે. સરકારી તંત્ર આવનારા દિવસોમાં શું પગલા લે છે તે જોવાનું રહ્યુ.
( વધુ અપડેટ માટે DECISION NEWS ના આગળના સમાચારો સાથે જોડાયેલા રહો.)











