ડાંગ: આજરોજ ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે થયેલ ખેડૂતોના પાક નુકસાની થયેલ બાબતે ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સ્નેહલભાઈ ઠાકરે, માજી ધારાસભ્ય મંગળભાઈ ગાવીત, ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિના માજી પ્રમુખ મોતીલાલભાઈ ચૌધરી, દીપકભાઈ પીપડે, સૂર્યકાંતભાઈ ગાવીત, ધનસરામભાઈ ભોયે, સુભાષભાઈ વાઘ વગેરે કાર્યકર્તાઓની હાજરીમાં ડાંગ જિલ્લા કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું .
ગુજરાતભરમાં જે રીતે કુદરત જાણે રૂઠી હોય એ રીતે અત્યારે સાર્વત્રિક કમોસમી વરસાદ પડ્યો છે જેના કારણે ખેડૂતોના વરઈ, મગફળી, ડાંગર, નાગલી, અડદ, મગ, અને લીલા શાકભાજી સહિતના ખરીફ પાકોને ખૂબ મોટું નુકશાન થયું છે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો જાણે છીનવાઈ ગયો છે એક બાજુ કુદરત રૂઠી છે તો બીજી બાજુ સરકારે ખેડૂતોને પાયમાલ કરવાનું જાણે મન બનાવી લીધું હોય તે રીતે ગુજરાતમાં છેલ્લી 7 સીઝનમાં વાવાઝોડા, અતિવૃષ્ટિ કે કમોસમી વરસાદના ભોગ બનેલા ખેડૂતને રાહત પેકેજના માત્ર જાહેરાત કરીને સંતોષ માની લઇ છે. જ્યારે વાસ્તવમાં ખેડૂતોને ચુકવવાનું થાય ત્યારે કરેલી જાહેરાતના 30 થી 35% રકમ પણ ખેડૂતોને ચુકવવામાં આવતી નથી. ગયા વર્ષે 2024 ના જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં અતિવૃષ્ટિ, ઓક્ટોબર 2024 નો કમોસમી વરસાદનો માર, ચાલુ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં આવેલ અતિવૃષ્ટિ ને અત્યારે કમોસમી વરસાદે ખેડૂતોની કમ્મર તોડી નાખી છે ખેડૂતોએ લીધેલ પાક ધિરાણ પણ ભરી શકે તેમ નથી આવનાર શિયાળુ સિઝન માટે વાવેતર કરવા માટે બિયારણ, રાસાયણિક ખાતર લેવાના પણ રૂપિયા ખેડૂતો પાસે નથી
ત્યારે રાજ્ય સરકારે જેમ UPA સરકારે ખેડૂતોના 78000 કરોડના દેવા માફ કર્યા હતા તેવી જ રીતે ગુજરાતના ખેડૂતોના દેવા સંપૂર્ણપણે માફ કરવામાં આવે, 2020 થી ગુજરાતમાં પાકવીમા યોજના બંધ છે ને આખા ભારતમાં આ યોજના ચાલુ છે તો ગુજરાતમાં સરકારી પાક વીમા કંપનીઓ આધારિત પાકવિમા યોજના તાત્કાલિક ચાલુ કરવામાં આવે અને તાત્કાલિક નુકસાનીના વળતર માટે વિશેષ રાહત પેકેજ આપવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.
( વધુ અપડેટ માટે DECISION NEWS ના આગળના સમાચારો સાથે જોડાયેલા રહો.)











