ગુજરાત: ગુજરાતની રાજકીય વાતાવરણમાં ખેડૂતોના મુદ્દાઓ તો તીખા બન્યા જ છે, આમ આદમી પાર્ટીના નેતાઓ ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલીયા અને હેમંત ખવા સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના માવઠાથી ભારે નુકસાન ભોગવી રહેલા ખેડૂતોની અને ખેતરોની મુલાકાત લઇ તેઓ રાજ્ય સરકાર પાસે હેક્ટર દીઠ 50,000 રૂપિયાની તાત્કાલિક સહાય, ખેડૂતોના દેવા માફી અને ખેતીમાં ભાગ રાખનાર મજૂરોને પણ વળતર ચૂકવવાની માંગણી કરશે. અને જો સરકાર નહિ માને તો ગોપાલ ઈટાલિયા ખુલ્લા આંદોલન સાથે ગાંધીનગર પહોંચવાની તૈયારી કરીને સરકારને ચેલેન્જ ફેંકી રહ્યા છે. ત્યારે દક્ષિણ ગુજરાતના AAP આદિવાસી નેતાઓ, જેમને ખેડૂતોના અધિકારો અને જમીનના મુદ્દાઓ પર બોલવાની તક મળી રહી છે, તેઓ કેમ ચૂપ છે ? આ પ્રશ્ન આજે આદિવાસી વિસ્તારોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

સૌરાષ્ટ્રમાં ગોપાલ ઈટાલિયાનું આંદોલન: વળતરની લડત
ગોપાલ ઈટાલિયા, જે પાટીદાર આંદોલનના પ્રખર નેતા રહ્યા છે તેમણે આ કમોસમી વરસાદના લીધે ખેડૂતોના પાકમાં થયેલા નુકશાનને લઈને બુલંદ અવાજ ઉઠાવ્યો છે. અને પાક નુકશાનના વળતરની માંગને લઈને સરકારને આડે હાથે લીધી છે અને કહ્યું છે કે જો સરકાર ખેડૂતોના પડખે ન ઉભી રહે અને હેકટર દીઠ 50,000 વળતર ન આપે તો ઉઘાડા પગે ચાલીને ગાંધીનગર જઇશ, મુખ્યમંત્રીનો આભાર માનીશ..

દક્ષિણ ગુજરાતના આદિવાસી ખેડૂતોના નુકશાનીના વળતર માટે AAP ના નેતાઓ મૌન કેમ ?

દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોના ભરૂચ નર્મદા વલસાડ, નવસારી, તાપી, ડાંગ અને સુરતમાં પણ ખેડૂતોના ડાંગરના પાકમાં કરોડો રૂપિયાનું નુકશાન થયું છે તેનું પ્રતિનિધિત્વ કોણ કરશે કોણ ગાંધીનગર જશે મુખ્યમંત્રી પાસે રજુવાત કરવા ? શું આદિવાસી નેતાઓ માત્ર આમ આદમી પાર્ટીમાં વોટ બેંક બનાવવા અને કેજરીવાલને ખુશ કરવા  માટે જ છે કે ‘કોઈ માઈ નો લાલ છે જે ખેડૂતોની પડખે ઉભો રહી તેમની મુશ્કેલ સમયમાં જે કમોસમી વરસાદે વિનાશ નોતર્યો છે તેની ખેડૂતોની વેદનાની રજુવાત મુખ્યમંત્રી સુધી પોહ્ચાડશે’.

રાજકીય વિશ્લેષકો કહે છે કે ગોપાલ ઈટાલિયા જેવા પાટીદાર નેતા સૌરાષ્ટ્રમાં મજબૂત છે, તો દક્ષિણ ગુજરાતમાં આદિવાસી નેતાઓ શું કમ મજબૂત છે. શું તેમણે પાર્ટીમાં માત્ર વોટ બેંક તૈયાર કરવા માટે જ નિમણુંક આપવામાં આવી છે ? શું આદિવાસી ખેડૂતો પ્રત્યે તેમની કોઈ જવાબદારી નથી, શું ખેડૂતો સાથે રહેવાની આદિવાસી નેતાઓમાં આક્રમકતા નથી.. શું AAP ના નેતાઓ આદિવાસીઓને માત્ર ચૂંટણીમાં યાદ કરે છે તે ખેડૂતોના મુશ્કેલ સમયમાં સાથે જોવા નહિ મળે.. આદિવાસી નેતાઓની ચૂપીને લઈને પ્રશ્નો ઉભા થયા છે. જો AAP સાચી રીતે ‘આમ આદમી’નું પ્રતિનિધિત્વ કરવા માંગે છે, તો દક્ષિણ ગુજરાતના આદિવાસી ખેડૂતો માટે પણ તો કંઈ કરવું પડશે. આ ખામોશી ચૂંટણીના પાછળના તબક્કામાં AAP માટે મોટો પડકાર બની શકે છે. આ મુદ્દા પર વધુ પ્રતિક્રિયા માટે Decision news દ્વારા મનોજ સોરઠીયા, ચૈતર વસાવા, જયેન્દ્ર ગાંવિત વગેરે AAPના નેતાઓનો સંપર્ક કરવામાં આવ્યા પણ સંપર્ક થયા નથી, આઉટ ઓફ કવરેજ છે.. દક્ષિણ ગુજરાતના આદિવાસી ખેડૂતોની વળતર લડત ચાલુ છે – પણ કોણ સાથે છે ? આ પ્રશ્નનો જવાબ તો સમય આપશે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here