ઝઘડિયા: પ્રાંત અધિકારી ઝઘડિયાના ખુરશી પર બેસી પ્રાથમિક શિક્ષકે ફોટા પડાવી ફોટો સોશિયલ મીડિયામાં મુકતાં પદની ગરિમા ન જળવાતા લોકચર્ચા ઉઠી છે.. શું આ અંગે પ્રાંત અધિકારી ઝઘડિયા દ્વારા શિક્ષક સામે કોઈ શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે ?

Decision News ને મળેલી માહિતી મુજબ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ નેત્રંગ તાલુકાના પ્રમુખ અને એક શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષક રાજન ગાંવિત દ્વારા ઝઘડિયા પ્રાંત અધિકારી ની ખુરશી પર બેસી ફોટા પડાવી પોતાની સોશિયલ મીડિયા એકાઉન્ટ ના પ્રોફાઈલ પર શેર કરતા અનેક પ્રકારની વાતો થઈ રહી છે અને વાયરલ ફોટા અંગે ચર્ચા એ જોર પકડ્યું છે

સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર રાજન ગાંવિત પ્રાથમિક શાળા ઊંડી તા. નેત્રંગ ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને એક જવાબદાર વ્યક્તિ હોવા છતાં પ્રાંત અધિકારી ઝઘડિયાની ખુરશી પર એક અધિકારીની પોઝમાં બેસી પોતે ફોટા પડાવી અધિકારી તરીકે રોફ જમાવવા સોશિયલ મીડિયામાં એકાઉન્ટ પર શેર કરતા કલેકટર કક્ષાના પદાધિકારીના પદની ગરિમાને ઠેસ પહોંચાડનો પ્રયત્ન કર્યો છે. હવે જોવાનું એ રહ્યું કે પ્રાંત અધિકારી ઝઘડિયા દ્વારા આ રોફ જમાવતા શિક્ષક સામે પોતાના પદની ગરિમા જળવાય રહે તે અંગે કોઈ શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે કે કેમ ?


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here