કપરાડા: હવે ગામડે ગામડે ગાંજો મળી રહ્યાની લોક બૂમ સાંભાવવા મળી રહી છે ત્યારે ગતરોજ કપરાડા તાલુકાના વડખંભા ગામમાં પોલીસે બાતમીના આધારે નાનાપોંઢા એક કંપનીમાં નોકરી કરતા એક યુવકને ખેતરમાં રોપેલા 25 જેટલા ગાંજાના છોડ સાથે પકડી પાડયાની ઘટના બહાર આવી છે.
Decision News ને મળેલી માહિતી મુજબ વડખંભા ગામમાં રહેતાં અને નાનાપોંઢાની એક કંપનીમાં નોકરી કરતા યુવકે પોતાના ખેતરમાં ગાંજાના છોડ રોપેલા છે આરોપીએ ગાંજાના 25 છોડ તેના ખેતરમાં રોપ્યા હતા. જેને લઇ પોલીસે છોડ કબજે લઇ યુવકને પોલીસ સ્ટેશને લઇ જઇ સઘન પૂછપરછ હાથ ધરી છે. આ કેસની તપાસ SOG ની ટીમ કરી રહી છે તેમ જાણવા મળ્યું છે.
યુવકે છોડ શા માટે રોપ્યા હતા તેની પૂછપરછ પોલીસ કરી રહી છે. લોકો કહે છે કે વાપી અને સેલવાસ વિસ્તારમાં ગાંજાનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. જેમાં સૌથી વધુ સ્લમ વિસ્તારમાં આ ધંધો ધમધમી રહ્યો છે. હાલ જ SOGની ટીમે ચણોદ વિસ્તારમાં રેઇડ કરી 1 મહિલાને ગાંજા સાથે પકડ્યો હતો. તો નાયકવાડથી પણ 1 મહિલા ગાંજા સાથે પકડાઇ હતી.
હાલ જ વાપીના ચલા ખાતે એક બંગલામાં MD ડ્રગ્સ બનાવવાનું કારખાનું ઝડપાયું હતું. જેમાં ATSની ટીમે 30 કરોડનો મુદ્દામાલ સાથે કુલ 3 આરોપીની ધરપકડ કરી હતી. મુખ્ય આરોપી મેહુલ ઠાકુર અને વિવેક રાય નામના ઇસમોને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.











