વલસાડ: બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ભવ્ય ઉજવણીના ભાગરૂપે 7 નવેમ્બરથી વલસાડ જિલ્લામાં રથયાત્રાનો પ્રારંભથશે. આ રથયાત્રાના આયોજન અંગે વલસાડના સરકીટ હાઉસ ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.

Decision News ને મળેલી જાણકારી મુજબ આ બેઠકમાં ગુજરાત સરકારના નાણાં મંત્રી કનુ દેસાઈ, આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ, સાંસદ ધવલ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા, ધારાસભ્ય જીતુ ચૌધરી અને અરવિંદ પટેલ સહિતના અગ્રણીઓ તથા વહીવટી અધિકારીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.

બેઠકમાં 7 નવેમ્બરે બે રથ પ્રસ્થાન કરશે. એક રથ વલસાડ જિલ્લાના ઉમરગામથી શરૂ થઈ સમગ્ર જિલ્લામાં ફરશે, જ્યારે બીજો રથ અંબાજીથી ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં જશે. આ બંને રથ 15 નવેમ્બર સુધી વિવિધ વિસ્તારોમાં જનજાગૃતિ ફેલાવશે અને અંતે કેવડિયા ખાતે બિરસા મુંડાની 150મી જન્મજયંતિના મુખ્ય કાર્યક્રમમાં જોડાશે. વલસાડ જિલ્લામાં રથયાત્રાના સ્વાગત, જાહેરસભા અને જાગૃતિ કાર્યક્રમોના આયોજન માટે વિવિધ તાલુકા સ્તરે પણ તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here