દક્ષિણ ગુજરાત: એકવાર ફરી આવનાર ત્રણ દિવસમાં દક્ષિણ ગુજરાત માટે યલો એલર્ટ જાહેર ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે. દરિયા કિનારે ભારે પવન ફૂંકાવાની શક્યતાને ધ્યાને લઈને માછીમારોને આગામી ત્રણ દિવસ સુધી દરિયામાં ન જવાની હવામાન વિભાગે સૂચના આપી છે.
આજે પણ ઠેર ઠેર વરસાદના એંધાણ છે. અરબસાગરમાં સક્રિય ડિપ્રેશનના કારણે રાજ્યમાં વરસાદ યથાવત છે. આગામી ત્રણ કલાક માટે રાજ્યમાં વરસાદની આગાહી રહેશે. જેમાં વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ અને પંચમહાલમાં ઓરેન્જ એલર્ટ સાથે વરસાદની આગાહી છે. જામનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, દીવ, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગર, દાહોદ, આણંદ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ દાદર અને નગર હવેલીમાં યલો એલર્ટ સાથે વરસાદની આગાહી છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 141 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમા સૌથી વધુ અમરેલીના રાજુલામાં 3.5 ઈંચ વરસાદ અને અમરેલીના ખાંભામાં 3 ઈંચ વરસાદ વરસ્યો. ભાવનગરના તળાજામાં 2.5, મહુવામાં 2 ઈંચ વરસાદ, અમરેલીના જાફરાબાદમાં 2 ઈંચથી વધારે વરસાદ રહ્યો. ગીરસોમનાથ, દ્વારકા, રાજકોટમાં પણ વરસાદી માહોલ રહ્યો. સુરેન્દ્રનગર, નર્મદા, નવસારી, વલસાડમાં પણ વરસાદ રહ્યો.











