આહવા: ડાંગ જિલ્લામાં આવેલા મોટીદબાસ ગામમાં તાજેતરમાં વન્યપ્રાણીના હુમલામાં મૃત્યુ પામેલા સ્વ. જીતેશભાઈ જાદવના પરિવારને વન વિભાગના અધિકારીઓ અને ગામના આગેવાનોની હાજરીમાં વિધાનસભા સદસ્ય અને ધારાસભ્ય વિજયભાઈ પટેલ દ્વારા શાંતિ અને 10 લાખની મૃતક સહાય પુરી પાડવામાં આવી છે.
Decision News ને મળેલી જાણકારી મુજબ હાલમાં મોટીદબાસ ગામમાં વન્યપ્રાણીઓના વધતા હુમલાઓને લઈને સ્થાનિક વસ્તીમાં ચિંતા વધી રહી છે. વધારી રહી છે. ડાંગના જંગલ વિસ્તારના ગામોમાં આવી ઘટનાઓ વારંવાર બને છે, જેમાં લોકોના જીવનને જોખમ પડે છે. સ્વ. જીતેશભાઈ જાદવનું અચાનક મૃત્યુએ પરિવારમાં શોકનું વાતાવરણ પ્રસરાવી દીધું છે.
MLA વિજયભાઈ પટેલે આ પ્રસંગે કહ્યું, “ડાંગ જેવા વનસંપન્ન વિસ્તારમાં વન્યપ્રાણીઓના હુમલાઓને રોકવા માટે વન વિભાગ અને સ્થાનિક વસ્તી વચ્ચે વધુ સંકલન જરૂરી છે. આવી દુર્ઘટનાઓમાં પરિવારોને તાત્કાલિક સહાય પહોંચાડવી સરકારની પ્રાથમિકતા છે. અમે આ પરિવાર સાથે છીએ અને ભવિષ્યમાં વધુ સુરક્ષા પગલાં લઈશું.” આ ઘટના ડાંગ જિલ્લાના વિકાસ અને સુરક્ષા માટેના પડકારોને રેખાંકિત કરે છે, જ્યાં આદિવાસી વસ્તી અને વન્યજીવન વચ્ચે સંતુલન જાળવવું મહત્વનું છે.











