તાપી: આખા ગુજરાતમાં ખેતીવાડી બજારોમાં (APMC) ખેડુતો સાથે કોઈપણ પ્રકારનો અન્યાય કે ભેદભાવ થતો હોય તે માટે આમ આદમી પાર્ટી દ્વારા હેલ્પ લાઇન નંબર 9104918196 જાહેર કર્યો છે. આજ રોજ તાપી જિલ્લા આમ આદમી પાર્ટી ના કાર્યકર્તાઓ દ્વારા તાપીના વ્યારા ના માર્કેટ ખાતે હેલ્પ લાઇન નંબરના બેનરો લગાવવા આવ્યા.
Decision News ને મળેલી માહિતી મુજબ તારીખ 31 ના રોજ આમ આદમી પાર્ટીના સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલ સાહેબ અને પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માન સાહેબ કદડા પ્રથા ના વિરોધમાં અને ખેડૂતો ને પાકોના ટેકાના ભાવ મળે તે માટે સુરેન્દ્રનગર ખાતે કિસાન મહાપંચાયત માં આવી રહ્યા છે ત્યારે તમામ કિસાન ભાઈઓને આ મહાપંચાયત માં ભાગ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું.
આ સિવાય કોઈ પણ અન્યાય થાય 9104918196 વોટસેપ કરો અથવા કોલ કરી જાણ કરશો. જેથી ગુજરાત તેમજ તાપી જિલ્લાની ટીમ તમારા મદદએ આવશે.











