ભરૂચ: ગુજરાતમાં નવા નક્કોર રોડ બને છે પણ ગુણવત્તા વગરના મટીરીયલ બનેલા રોડ થોડા સમયમાં જ ખરાબ થઇ જાય છે અને બાદમાં સર્જાય છે ખાડાઓ..જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે આવા સમયમાં ભરૂચ જિલ્લામાં બનાવવામાં આવી રહેલા રોડમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાનું ખુદ ભાજપ સરકારના સાંસદ મનસુખ વસાવાએ કરી છે.

મનસુખ વસાવા જણાવે છે કે હું નેત્રગ અને ઝઘડીયા તાલુકાના લોકસંપર્ક પ્રવાસે ગયો હતો ત્યાં બનેલા રોડમાં સ્થળ તપાસ કરતા જાણવા મળ્યું કે ત્યાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો રોડમાં બે મહિનામાં જ તિરાડ પડી જાય તેવુ કામ આ કોન્ટ્રાકટરે કર્યું હતું ભરૂચમાં પેટા કોન્ટ્રાક્ટ આપ્યો હતો જેમણે ડામરને બદલે તે કોન્ટ્રાકટરોએ ઓઈલનો ઉપયોગ કર્યો હોવાનું ખુલ્યું છે. જેની રોડ બનાવનારા કોન્ટ્રાકટરે પણ કબૂલાત કરી હતી. રાજકીય વગ ધરાવનારા લોકો કોન્ટ્રાકટર બની ગયા છે અને તેઓ જ ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે.

ભારે વરસાદને કારણે મોટાભાગના વિસ્તારોમાં રોડ રસ્તા ધોવાયા છે. રસ્તામાં ખાડા પડી જતાં વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આ વખતે પણ ચોમાસાએ રસ્તાની કેટલી મજબૂતાઈ છે તેની પોલ ઉઘાડી કરી દીધી છે. અત્યારે ખાડાખબડા વાળા રોડને લીધે જ સરકાર પર માછલાં ધોવાઈ રહ્યાં છે.મનસુખ વસાવા કહી રહ્યા છે ભાજપના રાજમાં રાજકીય વગ ધરાવતા કોન્ટ્રાક્ટર ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે એક ભાજપના સાંસદ હવે ખુલીને સરકાર સામે નિવેદનબાજી કરતાં થયા હોવાનું ચિત્ર સપાટી ઉપર આવી રહ્યું છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here