વાંસદા: ગતરોજ વાંસદા પોલીસની ટીમે D.G.V.C.L ના વીજતાર ચોરીના કરનારા ચોરોની ધરપકડ સાથે 1,20,000 LTABC કેબલ વાયર, 2,800 એલ્યુમિનીયમનો તાર, 2,00,000 ડસ્ટર ફોરવ્હીલ, એક 4,000 મોબાઇલ ફોન એમ કુલ્લે મળીને 3,52,000/- ના મુદ્દામાલ જપ્ત કર્યા છે.

Decision News ને મળેલી માહિતી મુજબ વાંસદા પો.ઇન્સ એન.એમ.આહિરના માર્ગદર્શન આપેલ જે આધારે વાંસદા સર્વેલન્સ સ્ટાફ તથા બીટના માણસોને વણ શોધાયેલા ગુનોઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા માટે સુચના આપેલ જે અનુસંધાને સર્વેલન્સ સ્ટાફના માણસોને ચોક્કસ બાતમી હકીકત મળેલ કે, વાંસદા પોસ્ટે પાર્ટએ ગુ.ર.નં.11822003251199/2025 ભારતીય ન્યાય સહિતા-2023ની કલમ-303(2) મુજબના કામે કાવડેજ ગામ ખાતેથી D.G.V.C.L નો વીજતાર ચોરી થયેલ જે બે ઇશમો ડસ્ટર ફોરવ્હીલ ગાડી નંબર GJ-38 BA-9527 માં ચોરાયેલ મુદ્દામાલ સાથે વાંસદા તરફ આવનાર છે. જે બાતમી આધારે વાંસદા પોલીસ સ્ટાફના માણસો મોજે-ધરમપુર થી વાંસદા આવતા રોડ ઉપર વણારસી ચાર રસ્તા ખાતે સઘન વાહન ચેકિંગ હાથ ધરેલ અને ઉપરોક્ત એક બ્રાઉન કલરની ડસ્ટર ફોરવ્હીલ રજી નંબર GJ-38 BA-9527 આવતા તેને રોકી તપાસ કરતા ઉપરોક્ત ગાડી માંથી 34/55 SQ MM એલ્યુમિનીયના તાર જેની લંબાઇ આશરે 1200 મીટર જેની આશરે કિ.રૂ.28000/ તથા થી ફૈઝ LT.ABC કેબલ વાયર જે સળગાવેલી હાલતમા કોટીંગ સાથેનો આશરે કિ.રૂ.1,20,000/- તથા વિવો કંપનીનો મોબાઇલ કિ.રૂ.4000/-તથા એક બ્રાઉન કલરની ડસ્ટર ફોરવ્હીલ રજી નંબર GJ-38 BA-9527 જેની કિ.રૂ.2,00000/-મળી કુલ્લે કિ.રૂ.3,52,000/- નો ચોરીનો મુદ્દામાલ રાખી આરોપીઓની ધરપકડ કરી હતી.

આરોપીઓમાં પ્રશાંતભાઇ રાજેશભાઇ ભોથા ઉ.વ.૨૫ રહે.કામળઝરી પટેલ ફળીયા તા.વાંસદા જી.નવસારી, હસ્તદિપભાઇ ધીરૂભાઇ ગાયકવાડ ઉ.વ.૨૩ રહે- કામળઝરી પટેલ ફળીયા તા.વાંસદા જી.નવસારી વિરુદ્ધ ચોરીના મુદ્દામાલ સાથે પકડી પાડી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

વાંસદા પોલીસ ટીમ:-
(૧) એન.એમ.આહિર પોલીસ ઈન્સ્પેક્ટર
(૨) એમ.ડી.ગામીત પોલીસ ઈન્સ્પેક્ટર
(૩) સી.એલ. મોહિતે પોલીસ સબ ઈન્સ્પેક્ટર
(૪) એ.એસ.આઈ.અનિલભાઇ લક્ષ્મણભાઇ
(૫) અ.હે.કો. દેવેન્દ્રભાઇ ભગુભાઇ
(૬) અ.પો.કો.નિતિનભાઈ સુમનભાઈ
(૭) અ.પો.કો. નરસિંહા શંકરસિંગ
(૮) અ.પો.કો.સંદીપભાઈ રમેશભાઈ


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here