ઝઘડિયા: આજરોજ ઝઘડિયા તાલુકાના વ્યાજબી ભાવની દુકાન સંચાલકો ની પડતર માંગને લઈને સરકારને રજૂઆત કરવા ઝઘડિયા તાલુકાના વ્યાજબી ભાવની દુકાન ચલાવતા વેપારી ઓ દ્વારા ઝઘડિયા સેવા સદન ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું.. પડતર પ્રશ્નો અંગે ઝઘડિયા તાલુકામાં વ્યાજબી ભાવની દુકાનો 1 નવેમ્બરથી અનાજ વિતરણ નહીં કરવા માટે જિલ્લા પુરવઠા વિભાગમાં લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.
ઝઘડિયા તાલુકાના ફેરપ્રાઈઝ શોપ એસોસિએશન રજૂઆત કરતા જણાવ્યું હતું કે રાજ્ય એસોસિએશને ગુજરાત સરકારના પુરવઠા મંત્રી સહિતના અધિકારીઓને વર્ષો જુની અને ગંભીર પડતર માગણીઓ અંગે વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. છતાં આ રજૂઆતમાં કમિશન દરમાં વધારો, ઈ પ્રોફાઈલમાં તકેદારી સહાયકનો ઉમેરો, સિંગલ ફિંગર પ્રિન્ટથી બે બીલ અને સમિતિના સભ્યોના 80 ટકા ,બાયોમેટ્રીક વેરીફીકેશનનો પરિપત્ર રદ કરવા, સમયસર મીશનની ચુકવણી, અને ટેકનીકલ તથા વહીવટી પ્રશ્નોના નિરાકરણ જેવી માગ કરવામાં આવી છે.
લાંબા સમય બાદ પણ કોઈ નિરાકરણ આવ્યું નથી જેથી ગુજરાત રાજયના બન્ને સંગઠનો ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસિએશન અને ગુજરાત ફેાઈઝ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર્સ એસોસિએશન સંયુક્ત રીતે પડતર માગણીઓનું તાત્કાલિક નિરાકરણ ન આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. નવેમ્બર માસના જથ્થાના ચલન નહી ભરવા અને તારીખ 1 નવેમ્બરથી વિતરણ પ્રક્રિયાથી સંપૂર્ણપણે અળગા રહી અસહકારનું આંદોલન શરૂ કરવામાં આવશે.
એપ્રિલ મહિનાથી કેન્દ્ર સરકારનું કમિશન અમને મળ્યું નથી.
વિવિધ પડતર માગને લઈને અમે લેખિતમાં રજૂઆત કરી છે જેમાં ખાસ કરીને નાની દુકાન વાળાને 20 હજાર કમિશન નક્કી કરવામાં આવ્યું છે. પરંતુ 97 ટકા કામગીરી હોય તો કમિશન મળે છે. જે થી 90 ટકા કામગીરી કરી હોય તો પૂરું કમિશન આપવામાં આવે. સહાયક ઓપરેટર ફિંગર અથવા ઓટીપી ઓપ્શન આપો. એપ્રિલ મહિનાથી કેન્દ્ર સરકારનું કમિશન અમને મળ્યું નથી.











