ડેડીયાપાડા: છેલ્લા ત્રણ દિવસથી ધોધમાર કમોસમી વરસાદે ડેડીયાપાડા તાલુકામાં ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે. ગારદા, મંડાળા, ઘાણીખુટ અને ભુત બેડા સહિતના ગામોમાં તૈયાર થયેલા ડાંગરના પાક પર પાણી ફરી વળતા ભારે નુકસાની થઈ છે.

આ વર્ષે ફરી એકવાર કુદરતનો કહેરરૂપી કમોસમી વરસાદ ડેડીયાપાડાના ખેડૂતો માટે આર્થિક આફત બનીને આવ્યો છે. ડાંગરનો તૈયાર પાક હવે પાણીમાં તરતા જોવા મળે છે. Decision News સાથે વાત કરતાં “એક અઠવાડિયામાં લણણી થવાની હતી, પણ હવે બધું બરબાદ થઈ ગયું. ખાતર, બીજ, મજૂરીનો ખર્ચો બધો વેડફાઈ ગયો,” એમ ગારદા ગામના ખેડૂતએ જણાવ્યું હતું

સ્થાનિક અહેવાલો અનુસાર, અસરગ્રસ્ત વિસ્તારોમાં ૬૦ ટકાથી વધુ ખરીફ પાકને નુકસાન થયું છે. પશુચારા માટેના ઘાસના પાક પણ સંપૂર્ણપણે નાશ પામ્યા છે, જેના કારણે પશુપાલકોની મુશ્કેલી વધશે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નુકસાનીનું સર્વેક્ષણ શરૂ કરવા અને ખેડૂતોએ તાત્કાલિક SDRF હેઠળ વળતરની માંગ કરી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here