સાપુતારા: ડાંગ જિલ્લા વહીવટી તંત્રનાં માર્ગદર્શન હેઠળ સાપુતારામાં આગામી 27મી ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા 10 દિવસીય “દિવાળી વેકેશન ફેસ્ટિવલ’ આયોજન કરવામાં આવ્યું હતું તેમાં પહેલાં જ દિવસે ફિયાસ્કો થયાની લોક્બૂમ જોવા મળી રહી છે કારણ કે ઉદ્ઘાટક મહેમાનોની ગેરહાજરી હતી.
સાપુતારામાં 10 દિવસીય ‘દિવાળી વેકેશન ફેસ્ટિવલ’નાં ટૂંકા અને અણધડ આયોજન સાપુતારા નોટિફાઈડ એરિયા કચેરી દ્વારા કરોડો રૂપિયાની માતબર રકમની ફાળવણી કરવામાં આવી છે, ત્યારે આ કરોડો રૂપિયા ચાવ થઇ ગયા હોવાનું પણ લોકચર્ચાએ જોર પકડ્યું છે. દિવાળી વેકેશન ફેસ્ટિવલ માટે એજન્સીને અંદાજે 1 કરોડ 44 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.
ડાંગ જિલ્લા કલેક્ટર દ્વારા દિવાળી વેકેશન ફેસ્ટિવલમાં ગ્રાન્ટનો મોટો હિસ્સો ફાળવ્યો હોવા છતાં, આયોજન અત્યંત નબળું કરવામાં આવ્યું હતું અને મુખ્ય વાત તો એ હતી કે આ ફેસ્ટીવલનું જેમના હસ્તે ઉદ્ઘાટન થવાનું હતું તે મહેમાનો જ ગેરહાજર રહ્યા હોવાનું લોકો પ્રેસને માહિતી આપી રહ્યા છે. તંત્ર દ્વારા ફાળવવામાં આવેલી 1.44 કરોડની માતબર ગ્રાન્ટ ક્યાં જશે ? આ ફેસ્ટિવલ પ્રવાસીઓ માટે નહિ પણ તંત્રના ‘ખિસ્સા ભરવા’ માટે જ આયોજિત થયા હોવાની લોકો બૂમો મારી રહ્યા છે.











