દક્ષિણ ગુજરાત: હાલમાં અને આવનારા 4 થી 6 દિવસ સુધી વરસાદી માહોલ જોવા મળવાની આગાહી કરી દેવામાં આવી છે ત્યારે, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, ભરૂચ જેવા જિલ્લાઓમાં ધોધમાર વરસાદ આવવાના કારણે ખેતરના ઉભા પાક અને કાપેલા ડાંગમાં ખેડૂતોને ભારે નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે.
દક્ષિણ ગુજરાતમાં ડાંગર કાપણી ખેડૂતો દ્વારા પૂરજોશમાં ચાલી રહી છે. તેવા સમયે ધોધમાર વરસાદ વરસી પડતા તેમનું ખેતરમાં ઉભેલું ડાંગર અને કાપેલું ડાંગર સુકાવવા મુક્યું હતું તેમાં પાણીમાં ભરાઈ જતાં સમગ્ર ડાંગર પલળી જતા ખેડૂતોને મોટું નુકશાન થયું છે જેને લઈને આદિવાસી ખેડૂત પરિવાર ચિંતામાં મુકાઈ ગયું છે.
ખેડૂતોએ મહેનત કરી ડાંગરનો પાક તૈયાર કર્યો અને કુદરતી આફત એટલે કે અચાનક કમોસમી વરસાદ આવતા ખેડૂતોનો ડાંગરનો પાકમાં ભારે નુકશાન થયું છે ત્યારે સમગ્ર વલસાડ-નવસારી-ડાંગના આદિવાસી ખેડૂતોએ Decision News સાથે વાત કરતાં કહ્યું કે અમારા મુશ્કેલીના સમયે સરકારે અમારી સાથે ઉભા રહી અમને બગડેલાં ડાંગના પાકનું વળતર આપી અમને દેવાના ડુંગર નીચે દબાતા બચાવવું જોઈએ.. જોઈએ હવે આમારો આધાર સરકાર બને છે કે અમને નિરાધાર છોડે છે..!











