પ્રતીકાત્મક ફોટોગ્રાફ્સ

મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રના સંભાજીનગરમાં છત્રપતિ પૂર્વ ધારાસભ્ય બચ્ચુ કડુ કહ્યું કે ખેડૂતોને આત્મહત્યા કરવાને બદલે ધારાસભ્યને ‘કાપી નાખવા કે મારી નાખવાનું કહેતા મોટો વિવાદ ઊભો થયો છે. આ નિવેદનની મહારાષ્ટ્રના મંત્રી સંજય શિરસાટે સખત ટીકા કરી છે

સંજય શિરસાટે કહ્યું કે ખેડૂતો..આત્મહત્યા શું કામ કરો છે ? ધારાસભ્યને પતાવી દો ને.. આ નિવેદન આપી પૂર્વ ધારાસભ્ય બચ્ચુ કડુએ ખેડૂતોને ઉશ્કેરવાનું ટાળવા જણાવ્યું છે. પ્રહાર જનશક્તિ પાર્ટીના નેતા બચ્ચુ કડુ અમરાવતી જિલ્લામાં એક સભાને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે ખેડૂતોને કહ્યું કે, જો તેઓ ઈચ્છતા હોય કે સરકાર તેમના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવે, તો તેમણે પોતાનો જીવ લેવાને બદલે હિંસક રીતે ધારાસભ્યોને નિશાન બનાવવા જોઈએ. તેમણે કહ્યું કે, “આત્મહત્યા શા માટે કરવી? ધારાસભ્યને મારી નાખો, કાપી નાખો. ખેડૂતોએ કપડાં વગર ધારાસભ્યના નિવાસસ્થાન સામે જઈને બેસવું જોઈએ અને પેશાબ કરવો જોઈએ. જો આ બધું કરવામાં આવે તો સરકાર પાટા પર આવી જશે.” આ નિવેદનનો વીડિયો વાઈરલ થયા બાદ શિવસેનાના નેતા અને મંત્રી સંજય શિરસાટે કડુની આકરી ટીકા કરી છે.

તેમણે બચ્ચુ કડુને ખેડૂતોને ભડકાવવાને બદલે પોતાના શબ્દો પર અમલ કરવાની ખુલ્લી ચેલેન્જ આપી. સંજય શિરસાટે કહ્યું, “બચ્ચુ કડુએ આ બધું જાતે કરવું જોઈએ. શું તેઓ ખેડૂતોને ભડકાવીને તેમના વિરુદ્ધ વધુ ગુનાઓ નોંધાવવા માંગે છે ? તેમણે પોતાની જીભ પર લગામ રાખવી જોઈએ. સપ્ટેમ્બરમાં પૂર અને વરસાદને કારણે ખેડૂતો પહેલેથી જ સંકટમાં છે. શું કડુ ઈચ્છે છે કે તેઓ હત્યાઓ કરે ?”


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here