ચીખલી: ગતરોજ ચીખલી તાલુકાના માંડવખડક ગામમાં આવેલા ભૂંકપનો જોરદાર આંચકો આવતાં સૌથી વધુ નુકસાન મંગુભાઈ સોમાભાઈ પટેલના ઘરને થયું, જેનું પુરું ઘર જમીનદોસ્ત થઈ ગયું. ખુશીની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જીવનહાનિ થઈ નથી, પરંતુ મંગુભાઈ અને તેમના પરિવારને આશરો ગુમાવવો પડ્યો છે.

Decision News ને મળેલી માહિતી મુજબ માંડવખડક ગામના દુકાન ફળિયામાં આ ઘટના બનવા પામી હતી આ ભૂકંપમાં મુખ્ય નુકસાન મંગુભાઈના ઘરને થયું છે. આંચકામાં ધરતી જેમ ધ્રુજી ઉઠી અને મંગુભાઈના ઘરની દિવાલો તૂટી પડી. અચાનક જમીન હલાઈ ગઈ. ઘરની છત પડી અને તમામ સામાન ભેળસેળ થઈ ગયો,” તેમ મંગુભાઈએ વ્યથા વ્યક્ત કરી. તેમના પરિવાર તાત્કાલિક બચી ગયો કારણ કે તેઓ ઘરની બહાર આવી ગયા હતા. માંડવખડક ગામના સરપંચશ્રી વલ્લભભાઈ ચૌધરી જણાવે છે કે આ ઘટનાની જાણ તાત્કાલિક તંત્રને કરી દેવામાં આવી છે અને રાહત સામગ્રીની વ્યવસ્થા કરી રહ્યા છીએ. ગામના લોકો મદદ માટે આગળ આવ્યા છે.”

આ ઘટનાથી ગામના લોકોમાં ભયનો માહોલ છે, પરંતુ સમુદાયની એકતાથી મદદની લહેર ચાલી છે. તાલુકા વિકાસ અધિકારીને પણ આ ઘટના વિષે જાણ સરપંચ દ્વારા કરી દેવામાં આવી છે. આવનારા દિવસોમાં તેમને વળતરની રાશી પણ મળશે એવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here