નર્મદા: દિવાળી, જે નવા વર્ષની શરૂઆત છે આ તહેવારની ઉજવણી વિવિધ પરંપરાઓ સાથે થાય છે આજે પણ નર્મદા જિલ્લામાં આદિવાસી બહુલ વસ્તી ધરાવતા વિસ્તારમાં વર્ષો જૂની ‘દીવી અને મેરમેરીયા’ની પરંપરા અકબંધ જોવા મળે છે. આ પૂજાને ગામડાના લોકોએ હજી પણ જાળવી રાખી છે.

આ પરંપરા મુજબ, ગામડાઓમાં લાકડાની દીવી બનાવવામાં આવે છે. આ દીવી પર ફૂલહાર ચઢાવી, ચાંદલા કરી તેને પ્રગટાવવામાં આવે છે. સંધ્યાકાળે આ પ્રગટેલી દીવીને આખા ઘરમાં ફેરવવામાં આવે છે અને ત્યારબાદ તેને ગામની ભાગોળે કે ચૌટા પાસે મૂકવામાં આવે છે. આ રીતે પૂર્વજોએ અપનાવેલી ધાર્મિક વિધિ અને પૂજાને અનુસરીને તહેવારોની ઉજવણી કરવામાં આવે છે.

આ પરંપરા પાછળનો મુખ્ય ભાવ એ છે કે સૌને સુખ, સમૃદ્ધિ અને નિરોગી દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થાય. આજે પણ ગામડાઓમાં ‘દિવાળી માતા’ની પૂજા કરવાની અને દીવીને ભાગોળે મૂકવાની પરંપરા ચાલી રહી છે. આ દીવી અને મેરમેરીયાની પરંપરા આદિવાસી સંસ્કૃતિ અને લોકજીવનનો એક મહત્વનો ભાગ માનવામાં આવે છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here