ગુજરાત: આમ આદમી પાર્ટી ગુજરાતના adivasi વિસ્તારોમાં પોતાનું સ્થાન બનાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે. સોશિયલ મીડિયાનો અસરકારક ઉપયોગ કરીને જનસંપર્ક વધારી રહી છે. પણ પોતાની પ્રભાવશાળી વક્તત્વ ક્ષમતા અને યુવા નેતૃત્વના બળે પક્ષને આગળ લઇ જતા આદિવાસી નેતા ચૈતર વસાવા જો આપ પાર્ટી છોડે તો…આદિવાસી વિસ્તારોમાં AAP હોય ખરું..? અને હોય તો કેટલા %..
લોકો કહે છે.. આદિવાસી નેતા ચૈતર વસાવા આંદોલનાત્મક વિચારધારા અને ઉગ્ર નેતૃત્વના કારણે ગુજરાતના આદિવાસી વિસ્તારોના રાજકારણમાં ઉભરતો ચહેરા છે. જો આ આદિવાસી યુવા નેતા આમ આદમી પાર્ટી છોડે તો પક્ષની ગુજરાતમાં સ્થિતિ નાજુક બની શકે છે. ચૈતર વસાવા ગુજરાતમાં ‘આપ’ના મુખ્ય ચહેરામાનો એક છે અને તેમના નેતૃત્વે પક્ષની ઓળખને મજબૂતી આપી છે. ખાસ કરીને ચૈતર વસાવાએ આદિવાસી સમુદાયમાં નોંધપાત્ર સમર્થન મેળવ્યું છે. તેમના પક્ષ છોડવાથી આ સમુદાયોનો વિશ્વાસ ડગી શકે છે જેની મોટું નુકશાન AAP ચૂંટણીઓ જીતવામાં થાય એ તો નક્કી છે.
તાપીના ‘આપ’ના આદિવાસી કાર્યકર્તા નામ ન આપવાની શરતે જણાવે છે કે.. આપની ગુજરાતમાં હજુ પણ મર્યાદિત સંગઠનાત્મક શક્તિ છે અને તેનું મુખ્ય બળ તેના કાર્યકરોની સક્રિયતા અને નેતાઓની લોકપ્રિયતા પર નિર્ભર છે. વધુમાં ગુજરાતમાં કોંગ્રેસના વિકલ્પ તરીકે આપ હજુ સંપૂર્ણપણે સ્વીકૃત થયું નથી. જો ચૈતરભાઈ ભાજપ કે અન્ય પક્ષોમાં જોડાય તો આપનું શું થાય..? એમની સંભાવનાઓનાં જ ‘આપ’ને ડરાવી દેતી હશે ? આ સ્થિતિમાં ‘આપ’ને નવા નેતૃત્વને ઉભું કરવું અને સંગઠનને મજબૂત કરવું ખૂબ જરૂરી બનશે.
વલસાડના ભાજપના કાર્યકર્તા નામ ન આપવાની શરતે જણાવે છે કે ગુજરાતમાં ભાજપનું વર્ચસ્વ હોવાથી આપ માટે આ પડકાર ઘણો મોટો છે. ત્યારે ચૈતર વસાવાની વફાદારી અને સત્તા વિના મતદારોની અપેક્ષાઓ પૂરી કરવાની ક્ષમતા આગળના સમયમાં નિર્ણાયક રહેશે. આપ’ની ગુજરાતમાં સફળતા મોટાભાગે ચૈતર વસાવાની આંદોલનાત્મક છબી અને સામાજિક મુદ્દાઓ પરની સક્રિયતા પર આધારિત છે. ચૈતર વસાવા સ્થાનિક મુદ્દાઓને ઉઠાવીને લોકોમાં આશા જગાડી છે. પણ સવાલ તો ફરી એ જ ઉભો થાય કે ચૈતર વસાવા જો આપ છોડે તો…?











