ધરમપુર: મહિલા ખેડૂત દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું, આ કાર્યક્રમનું આયોજન કોહેઝન ફોઉંન્ડેશન ટ્રસ્ટ અને પ્રાકુતિક ખેતી કોલીશન ગુજરાત તેમજ કોહેઝન ફાઉંન્ડેશન ટ્રસ્ટના સહયોગ થકી સંગઠીત થયેલ ઉજાસ મહિલા ખેડૂત સંગઠન થકી દ્વારા કરવામાં આવેલ હતું.

આ કાર્યક્રમમાં ધરમપુર,વાંસદા,ખેરગામ, તેમજ ચીખલી તલુકાના અંદાજીત ૪૦૦ જેટલા મહિલા ખેડૂતો આ દિવસ ઉજવવા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં વલસાડ જીલ્લાના DDM NABARD શ્રીમતી સોનાલી બાંદેકર,જીલ્લા બાળ સુરક્ષા એકમ શ્રીમતી ધારાબેન અને મેધનાબેન, મિલા અને જીલ્લા મહિલા અને બાળવિકાસ એકમ તરફથી જીગ્નેશભાઈ, તેમજ અલગ સંસ્થાઓના પ્રતિનીધિઓ જેવા કે શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલમાંથી ઉપસ્થિત ડો.સૃષ્ટીબેન, મહિલાઓની જમીન ઉપરની પહોંચ માટે કાર્યરત નેટવર્ક શ્રીમતી મીનલબેન, રાજપીપળા સમાજ સેવા સત્તા મંડળ તરફ થી શ્રી અર્જુનભાઈ, અતુલ ફાઉંન્ડેશન તરફ થી શ્રી ગણેશભાઈ તેમજ કોહેઝન ફાઉંન્ડેશન ટ્રસ્ટના પ્રોગ્રામ ડાયરેક્ટર હિરલબેન ઉપસ્થિત રહ્યા હતા.

જેમાં દરેક મહેમાનો દ્વારા મહિલા ખેડૂતોની જમીન માલિકી, મહિલા ખેડૂત તરીકે ના અધિકારો અને ખેડૂત તરીકેની ઓળખ, ટકાઉખેતી/પ્રાકૃતિક ખેતી, ખેડૂતોના શારીરિક અને માનસિક આરોગ્ય, સામાજિક કુરીવાજો, ખેડૂતો અને મહિલા ખેડૂતને લગતી યોજનાઓ વગેરે મુદ્દાઓ ઉપર ભાર મુકવામાં આવ્યો હતો. તેમજ અગલ અલગ ગામો માંથી ઉસ્થિત મહિલા ખેડૂત બહેનો દ્વારા દેશીબીજ, તેમજ પરંપરાગત રીતે થતી ખેતી અંગેના ગીતો, સાસ્કૃતિક નૃત્ય અને વાજિંત્રો થકી આ કાર્યક્રમની શોભા વધારી હતી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here