વાંસદા: છેલ્લાં કેટલાંક દિવસોથી વાંસદા તાલુકામાં સરા ગામથી મહોવાસ ગામને જોડતો મુખ્ય રસ્તો, જે પ્રકૃતિના સૌંદર્યથી ભરપૂર છે, અને આદિવાસી સમુદાયની આસ્થાનું પવિત્ર સ્થાન માવલી ડુંગરની નજીક વાતાવરણને ઝેરી બનાવતું કચરાનું ગેરકાયદેસર ડમ્પિંગ એક ગંભીર પર્યાવરણીય અને સામાજિક સમસ્યા બની રહ્યું છે. વાંસદા-મહોવાસ રોડ પર આવેલી હોટલો તરફથી ઉત્પન્ન થતું ઘન કચરો અને દુષ્ટ ગંધવાળા પ્રદૂષિત પદાર્થોને ટેન્કર અને પિકઅપ વાહનોમાં ભરીને જંગલોમાં ફેંકવામાં આવે છે. આના કારણે જંગલોમાં દુર્ગંધથી ભરેલું વાતાવરણ માનવ જીવન તથા વન્યજીવો માટે જીવલેણ જોખમ બની રહ્યું છે,
જ્યારે વહીવટી તંત્ર આ મુદ્દા પર આંખો બંધ કરીને બેઠો છે. સ્થાનિક આદિવાસી યુવાનોના જણાવ્યા મુજબ માવલી ડુંગર આ વિસ્તારનું આધ્યાત્મિક કેન્દ્ર છે, જ્યાં આદિવાસી સમુદાય વર્ષોથી તેની પ્રકૃતિ અને વૃક્ષોમાં આસ્થા રાખે છે. પરંતુ આજે આ જ જંગલોમાં હોટલોના કચરાના ઢગલા અને દુષ્ટ ગંધથી વાતાવરણ ઝેરી બન્યું છે. “આ રોડ પરથી રોજ હજારો મુસાફરો અને સ્થાનિકો પસાર થાય છે, પરંતુ કચરાની આ વ્યવસ્થા જંગલને નષ્ટ કરી રહી છે. વન્યજીવો જેમ કે હરણ, વાનર અને પક્ષીઓને આ દુષ્ટ પદાર્થો ખાઈને જીવલેણ નુકસાન થઈ શકે છે.
આ ઘટનાનું ખાસ પુરાવો તાજેતરમાં જ મળ્યો, જ્યારે ટેન્કર નંબર GJ-21-Y-8462ને જંગલની નજીક દુષ્ટ ગંધવાળા કચરો ડમ્પ કરતા એક જાગૃત વિડીયો અને ફોટો Decision News ને શેર કર્યા હતા. વાંસદામાં આવેલી હોટલો તેના દૈનિક કચરાને વ્યવસ્થિત રીતે નિકાલ કરવાને સ્થાને જંગલો ફેકે છે. “આ ટેન્કર પર કોઈ કાર્યવાહી વહીવટ ન કરી તંત્ર આંખ પર પટ્ટી મારીને બેઠો છે, જેના કારણે આખા વિસ્તારનું પર્યાવરણ જોખમમાં છે,”
આવી પ્રવૃત્તિઓથી જંગલોમાં જળ અને જમીન પ્રદૂષિત થઈ રહી છે, જે આદિવાસીઓના જીવનધોરણને અસર કરે છે. વન વિભાગ અને તાલુકા વહીવટી અધિકારીઓ પણ ચુપ છે. રાજ્ય સરકારના પર્યાવરણીય નિયમો અનુસાર, ઘન કચરાનું નિકાલ માટે નજીકના વિસ્તારોમાં ડોર-ટુ-ડોર કલેક્શન અને વૈજ્ઞાનિક રીસાયક્લિંગની વ્યવસ્થા કરવી જરૂરી છે, પરંતુ અહીં તેનું ઉલ્લંઘન થઈ રહ્યું છે.











