ધરમપુર: ધરમપુરના કોસમકૂવાના યુવાન ખેરગામ ધરમપુર રોડ ઉપરથી બાઇક ઉપર પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન ભૈરવી દુકાન ફળીયા પાસે ઔરંગા નદીના પુલ ઉપર ડિવાઇડર સાથે ધડાકાભેર બાઇક અથડાતા યુવક નદીમાં ખાબક્યો હતો બાદમાં તેની લાશ ઔરંગા નદીમાં મળી આવી હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ ધરમપુરના ઝરિયા ગામના ભુસારા ફળિયા અને હાલ કોસમકૂવાના દાદરી ફળિયામાં રહેતા જયેશભાઈ ઇશ્વરભાઇ ભૂરકુંડ GJ-15-BK-3731 નંબરની બાઈક લઈ ધરમપુરથી ખેરગામ તરફ આવી રહ્યા હતા. ત્યારે પેલાડ ભૈરવી દુકાન ફળિયામાં ઔરંગા નદીના પુલ ઉપર ડિવાઇડર સાથે ધડાકાભેર તેમની બાઈક અથડાઈ હતી. જેને કારણે તેઓ નદીમાં પડયાની ઘટના બની હતી

આ અકસ્માત થતાં જ આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા અને પોલીસ તથા ફાયર બ્રિગેડને જાણ કરી યુવકની નદીમાં શોધખોળ કરવામાં આવી પણ પાણીનો પ્રવાહ વધુ હોવાથી ભારે શોધખોળના બાદ કલાકો પછી તેની લાશ મળી આવી હતી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here