નવસારી: ગુજરાત સરકારના ભૂપેન્દ્ર પટેલના મુખ્યમંત્રી પદની આગેવાની હેઠળ મંત્રી મંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. જેમાં ફરી એકવાર ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ નરેશ પટેલ કબિનેટ મંત્રી તરીકે ફરજ નિભાવી ચૂક્યા છે.Decision News ને મળેલી માહિતી મુજબ નરેશ પટેલના નામની જાહેરાત થતાં જ નવસારી તથા ચીખલીમાં કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી વધામણાં કર્યા હતા.

નરેશ પટેલને અપાયેલા ખાતાની વાત કરીએ તો તેમને ટ્રાઈબલ ડેવલપમેન્ટ, ખાદી, કોટેજ ઈન્ડસ્ટ્રીઝ અને રૂરલ ઈન્ડસ્ટ્રીઝ ખાતા સોંપવામાં આવ્યા છે.આ અગાઉ જ્યારે તેઓ કેબિનેટ મંત્રી બન્યા હતા ત્યારે તેમને આદિજાતિ વિકાસ, અન્ય અનેં નાગરિક પુરવઠા વિભાગના ખાતા સોંપવામાં આવ્યા હતા.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here