વાપી: રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈનું વાપી ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. પારડીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈને રાજ્ય મંત્રીમંડળમાં ફરી સ્થાન મળ્યા બાદ તેઓ ગાંધીનગરથી વાપી પહોંચ્યા હતા.

ભાજપના કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી, પુષ્પવર્ષા કરી અને ઢોલ-નગારા વગાડી તેમનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ અને ભાજપના કાર્યકર્તાઓ વાપી કાર્યાલય ખાતે ઉપસ્થિત રહ્યા હતા. નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ નવા મંત્રીમંડળને આવકાર આપ્યો હતો.

તેમણે જણાવ્યું કે યુવા મંત્રીઓને સ્થાન મળ્યું છે અને સરકાર બમણી તાકાત તથા જોશથી વિકાસ કરશે. તેમને નાણાં મંત્રાલય સાથે શહેરી વિકાસ મંત્રાલય પણ મળ્યું છે. તેમણે કહ્યું કે આવનારા દિવસોમાં વસ્તીના આધારે વિકાસ કાર્યો કરવામાં આવશે. મંત્રીશ્રીએ રાજ્યની જનતાને દિવાળીની શુભેચ્છાઓ પણ પાઠવી હતી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here